આમતો ભારત જ મંદિરોનો દેશ છે. દેશમાં જ નથી પણ વિદેશોનાં લોકો પણ ભારતના મંદિરમાં ફરવા આવે છે પણ શું તમને ખબર છે, દુનિયાનું સૌથી મોટું વિષ્ણુ ભગવાનનું મંદિર ક્યાં છે?
તેની પ્રસિદ્ધિ પુરા વિશ્વમાં ફેલાયેલી છે. તમને કહી દઈએ કે તે મંદિર ભારતમાં નહિ પણ વિદેશમાં છે. કંબોડિયાના અંકોરવાટમાં સ્થિત મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. તે દુનિયાનું સૌથી મોટું પૂજા સ્થળ અને પુરાતાત્વિક સ્થળ પણ છે. આ મંદિરનું પૂરું નામ યશોધરપુર હતું. ફ્રાંસથી આઝાદી મળ્યા પછી આ મંદિર કંબોડિયાની ઓળખાણ બની ગયું. આ મંદિરનો ફોટો કંબોડિયાના રાષ્ટ્રધ્વજ પર પણ છે.
ઈતિહાસની વાત કરીએ તો ૧૧મી શતાબ્દીમાં અહી સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયનું શાશન હતું કહેવાય છે તેમણે જ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મીકાંક નદીના કિનારે વસેલું આ મંદિરને ટાઈમ મેગેજીને દુનિયાના ૫ આશ્ચર્યજનક વસ્તુમાં શમાવેશ કર્યો હતો. આ મંદિરનો ૧૯૯૨ માં યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં સમાવેશ કર્યો હતો સાથે જ આ મંદિરનું નામ ગીનીઝ બુક ઓફ વલ્ડમાં પણ સમાવેશ કર્યો હતો. આ મંદિરને જોવા અને ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે દર વર્ષે લાખો ભક્ત ભારત સહીત ઘણા દેશોથી અહી પહોચે છે.
કહેવામાં આવે છે કે આ મંદિરને બનવા માટે પચાસથી એક કરોડ રેતીના પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પત્થરનો વજન ૧.૫ ટન છે. બધાથી ખાસ વાત એ છે કે અહી મંદિરની દીવાલોમાં રામાયણ, મહાભારતની વાર્તા પણ લખેલી છે. સાથે જ દેવતાઓ અને અસુરોના અમૃત મંથનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.