આદિ કેશવ પેરુમલ મંદિર : પ્રખ્યાત સંત શ્રી રામાંનુંચાર્યજી નું જન્મ સ્થાન શ્રી પેરમ્બદર ને ‘ભુતપુરી’ પણ કહેવામાં આવે છે. કારણકે પૌરાણિક કાલ માં અહી શિવજીના ભૂત ગણો એ તપસ્યા કરી હતી. સાથે જ તેમણે અહી આદિ કેશવ પેરુમલ મંદિર નું નિર્માણ કર્યું હતું.
તેમણે અહી પર અહી શા માટે તપસ્યા કરી તેની પાછળ એક પૌરાણિક કથા છે ચાલો જાણીએ અહી એ કથા વિશે.. પૌરાણિક કથા – કેવી રીતે કર્યું ભુત ગણો થી આ મંદિરનું નિર્માણ : એક સમય ની વાત છે જયારે ભગવાન શિવ તાંડવ કરી રહ્યા હતા.
અને આ તાંડવ નૃત્ય પર કેટલાક ગણો હસી પડ્યા આ જોઇને ભગવાન શિવને ગુસ્સો આવ્યો. અને તેણે એ દરેક ને શ્રાપ આપ્યો અને દુર કરી દીધા. ભૂતો ને પોતાની ગલતી નો અહેસાસ થયો. તેમને લાગ્યું કે શિવ વિના તેઓ અનાથ છે.
પોતાની ભૂલ સુધારવા માટે તેઓ બ્રહ્માજી પાસે ગયા. અને તેમની પાસે શિવજીને ફરીથી પ્રસન્ન કરવાનો ઉપાય માંગ્યો. બ્રહ્માજીએ તને ભગવાન કેશવ નારાયણ ની તપસ્યા દક્ષીણ સત્યવ્રત તીર્થ પર કરવા કહ્યું.
ઘણા વર્ષોની તપસ્યા પછી ભગવાન કેશવે તેને દર્શન આપ્યા. અને શિવજી ના શ્રાપથી મુક્તિ અપાવી. ભુત્ગનો ભગવાન કેશવ થી ખુબજ પ્રસન્ન થયા તેમના કરને જ તેઓ પીડાથી મુક્ત થયા.
અને શિવજી ના શ્રાપ થી પણ મુક્ત થયા. અને આ કારણે તેઓએ અનંત્સ્ર નામથી કેશવના નામ પર એક સરોવર નું નિર્માણ કર્યું અને તેમનો આભાર માનવા માટે જ એક ભવ્ય મંદિર આ ભૂત ગણો એ તૈયાર કર્યું.
ધ કેશવ પેરુમલ મંદિર : આ મંદિરમાં શેષશાયી ભગવાન વિષ્ણુ સુત્રલા છે. તેમની પાસે જ તેમના ધર્મપત્ની લક્ષ્મીજી નું મંદિર પણ આવેલું છે. અને આ મંદિરોની પાસે જ રામાનુજ સ્વામીનું મંદિર પણ આવેલું છે.