ગયા તીર્થમાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાનો ઉલ્લેખ પુરાણોમાં પણ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ગયાસુર નામના એક અસરને ઘોર તપસ્યા કરીને ભગવાન પાસે આશીર્વાદ પ્રાપ્ત કરી લીધે. ભગવાન દ્વારા આશીર્વાદ મળ્યાનો દૂર ઉપયોગ કરીને ગયાસુરે દેવતાઓને જ પરેશાન કરવાનું શરૂ કરી દીધું. ગયાસુરના અત્યાચારથી દુઃખી દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણ લીધી અને તેમને પ્રાર્થના કરી કે તેઓ ગયાસુરથી તેમનું રક્ષણ કરે. ત્યારે વિષ્ણુએ પોતાની ગદાથી ગયાસુરનો વધ કર્યો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ગયાસુરના માથા પર એક પત્થર રાખીને તેને મોક્ષ પ્રદાન કર્યો.
બિહારના ગયામાં ભગવાન વિષ્ણુના પદચિહ્નો પર મંદિર બન્યું છે. જેને વિષ્ણુપદ મંદિર કહેવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની મોટી ભીડ ઉમટે છે. તેને ધર્મશીલાના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃઓનું તર્પણ કર્યા પછી આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણના દર્શન કરવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે તથા પૂર્વજો પુણ્યલોક પ્રાપ્ત કરે છે. આ પદચિહ્નોનો રક્તચંદનથી શ્રૃંગાર કરવામાં આવે છે. તેની ઉપર ગદા, ચક્ર, શંખ વગેરે અંકિત કરવામાં આવે છે. આ પરંપરા પણ ઘણી જૂની ગણાય છે જે મંદિરમાં અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે. ફલ્ગુ નદીના પશ્ચિમી કિનારે આવેલું આ મંદિર શ્રદ્ધાળુઓ સિવાય પ્રવાસીઓમાં ઘણું લોકપ્રિય છે.
ભગવાન વિષ્ણુએ પોતાના પગ નીચે શીલા દબાવી હતી- વિષ્ણુપદ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્ન ઋષિ મરીચીની પત્ની માતા ધર્મવત્તાની શીલા પર છે. રાક્ષસ ગયાસરે સ્થિર કરવા માટે ધર્મપુરીથી માતા ધર્મવત્તા શીલાને અહીં લાવેલાં, જેને ગયાસુર પર રાખીને ભગવાન વિષ્ણુએ પોતાના પગથી દબાવી હતી. ત્યારબાદ શીલા પર ભગવાનના ચરણ ચિહ્ન બન્યાં. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં વિષ્ણુપદ જ એક એવી જગ્યા છે, જ્યાં ભગવાન વિષ્ણુના ચરણના સાક્ષાત દર્શન કરી શકાય છે.
કસૌટી પત્થરથી મંદિર બન્યું છે- વિષ્ણુપદ મંદિર સોનાના ઘસવાના પત્થર કસૌટીથી બન્યું છે. જેને જિલ્લાના ઉત્તરી ભાગ પત્થરકટ્ટીથી લાવવામાં આવ્યો છે. આ મંદિરની ઊંચાઈ લગભઘ સો ફીટ છે. સભા મંડપમાં 44 પીલ્લર છે. 54 વેદીઓમાંથી 19 વેદી વિષ્ણુપદમાં જ છે, જ્યાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાન થાય છે. અહીં આખુ વર્ષ પિંડદાન થાય ચે. અહીં ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્નના સ્પર્શથી જ મનુષ્યના બધા પાપોથી છુટકારો મળી જાય છે.
અરણ્ય વન સીતાકુંડ બન્યો- વિષ્ણુપદ મંદિરની એકદમ સામે ફલ્ગુ નદીના પૂર્વ કિનારે સીતાકુંડ છે. અહીં સ્વયં માતા સીતાએ મહારાજ દશરથનું પિંડદાન કર્યું હતું. પ્રબંધકારિણી સમિતિના સચિવ ગજાધરલાલ પાઠકે જણાવ્યું કે પૌરાણિકકાળમાં અહીં સ્થળ અરણ્ય વન જંગલના નામે જાણીતું હતું. ભગવાન સ્રીરામ, માતા સીતાની સાથે મહારાજ દશરતનું પિંડદાન કરવા આવ્યા હતાં. અહીં માતા સીતાએ મહારાજ દશરથને બાલૂ ફલ્ગુ જળથી પિંડ અર્પિત કર્યું હતું, ત્યારબાદ અહીં બાલૂથી જ બનેલા પિંડ આપવાની પરંપરા શરૂ થઈ હતી.
18મી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર થયો હતો- વિષ્ણુપદ મંદિરના ટોચ પર 50 કિલો સોનાનો કળશ અને 50 કિલો સોનાની ધજા લાગેલી છે. ગર્ભગૃહમાં 50 કિલો ચાંદીનું છત્ર અને 50 કિલો ચાંદીનું અષ્ટપહલ છે, જેની અંદર ભગવાન વિષ્ણુના ચરણ પાદુકા વિરાજમાન છે. તે સિવાય ગર્ભગૃહનું પૂર્વી દ્વાર ચાંદીથી બનેલું છે. તો ભગવાન વિષ્ણુના ચરણની લંબાઈ લગભગ 40 સેન્ટિમિટર છે. અહીં યાદ રાખવા દેવી વાત એ છે કે 18મી શતાબ્દીમાં મહારાણી અહિલ્યાબાઈએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, પરંતુ અહીં ભગવાન વિષ્ણુના ચરણ સતયુગકાળથી જ સ્થિત છે.