જાણો ભારત ઉપરાંત વિશ્વના ક્યાં દેશમાં સૌથી વધુ હિંદુ ધર્મના લોકો છે

હિંદુ ધર્મને દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. ભારતમાં જનસંખ્યા અનુસાર હિંદુઓ ૯૪.૩% છે. ભારતમાં ૯૭૩,૭૫૦,૦૦૦ થી વધુ લોકો હિંદુ ધર્મમાં માનવા વાળા છે. આજના સમયમાં આખા વિશ્વમાં હિંદુ ધર્મ ને માનનાર એક અરબ થી વધુ લોકો છે. આખી દુનિયામાં હિંદુ આબાદી ૯૭% થી વધુ ભાગ ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહે છે.

ભારતનો પાડોશી દેશ નેપાળ જે ભારતનો મિત્ર રાષ્ટ્ર હોવાની સાથે હિંદુ રાષ્ટ્ર પણ છે. ભારત પછી નેપાળ એક એવો દેશ છે જ્યાં હિંદુઓ ની સંખ્યા સૌથી વધુ છે, નેપાળમાં ૨૪,૧૭૦,૦૦૦ હિંદુ રહે છે. જે નેપાળની જનસંખ્યા ના ૨.૩૦ % છે.

બાંગ્લાદેશ ભારત થી નીકળેલો દેશ છે બાંગ્લાદેશ નો રાષ્ટ્રીય ધર્મ ઇસ્લામ છે. પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા લગભગ ૧૩,૬૮૦,૦૦૦ છે એટલે બાંગ્લાદેશ માં ૧૨.૬ મિલિયન હિંદુ રહે છે.

ઇન્ડોનેશિયા માં દુનિયાની સૌથી વધુ મુસ્લિમ આબાદી રહે છે. પરંતુ ઇન્ડોનેશિયા નો બાલી દ્વીપ હિંદુ ધર્મની સાથે સબંધ રાખે છે. અહી ઘણા મંદિરો પણ છે. જે આપણી ચિત્રકારી તેમજ મૂર્તિઓ માટે આખા વિશ્વમાં ઓળખાય છે. ઈન્ડોનેશિયાની આબાદી માં ૪,૦૫૦,૦૦૦ હિંદુ છે એટલે ઇન્ડોનેશિયામાં ૪ મિલિયન હિંદુ ધર્મને માનનાર લોકો રહે છે.

પાકિસ્તાન જે આજાદી પછી ભારત થી અલગ થઈને એક નવા રાષ્ટ્રના રૂપમાં ઉપર આવ્યું પાકિસ્તાન ઇસ્લામી દેશ છે. પરંતુ પાકિસ્તાનની આબાદી માં ૩,૩૩૦,૦૦૦ લોકો હિંદુ ધર્મના અનુયાયી છે, પાકિસ્તાનમાં ૦.૩૦% ૩.૩ મિલિયન હિંદુ છે.

શ્રીલંકા ભારતનો પાડોશી દેશ છે જેનો સબંધ પ્રાચીન હિંદુ ઈતિહાસ સાથે પણ છે.રામાયણ કાલનો સબંધ શ્રીલંકા સાથે છે. કારણકે રાવણ અહીનો રાજા હતો. આ સમયે શ્રીલંકામાં ૨,૮૩૦,૦૦૦ હિંદુ છે જે અહી ણી જનસંખ્યા ના ૦.૩૦% છે એટલે શ્રીલંકામાં ૨.૮ મિલિયન હિંદુ ધર્મના અનુયાયીઓ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer