આ જગતમાં સૌથી વધારે કંઈ મહત્વનું હોય તો તે છે, માનવી ધર્મ અને તેના નૈતિક મૂલ્યો ! પોતાના માટે જીવન જીવવું એના થી વિશેષ બીજા ની સેવા કરીને પોતાનું જીવન જીવવું એ ખૂબ જ મોટી વાત છે, ત્યારે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, આજે અમે આપને એવી જ ઉત્તમ માનવતાના ઉદાહરણ વિશે જણાવીશું!
એક એવા જ વ્યક્તિ જેમણે અનેક ખેડૂતોઓનું જીવન ખૂબ જ ઉજ્જવળ બનાવવામાં મદદ કરી છે. વિઠ્ઠલ રાદડીયાએ દીકરા ના અવસાન બાદ પુત્રવધૂને દીકરી ગણી કન્યાદાન માં એટલી બધી સંપત્તિ આપી કે,તમને જાણીને આશ્ચર્ય થશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિઠ્ઠલ રાદડિયા પોતાનું જીવન જનતાની સેવામાં સમર્પિત કરેલું છે!
આટલું જ નહિ પણ તેમને પોતાના પરિવાર માટે પણ એવું કામ કર્યું છે જે સમાજ માટે ખૂબ જ સારો સંદેશ બન્યો છે. જ્યારે તેમના યુવાન દીકરાનું મૃત્યુ થયું ત્યારે બાદ તેઓએ પોતાની પુત્રવધૂને દીકરી ગણી લીધી હતી એટલું જ નહીં એક બાપ દીકરીને પરણાવે અને તેનું કન્યાદાન કરે તે જ રીતે વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી માનીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું .
આમ તેઓએ સમાજ માટે એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું. શિક્ષણની પ્રવૃત્તિ તેઓએ એક આંદોલનની જેમ ચલાવી હતી. તેઓએ અનેક વૃદ્ધાશ્રમ અને ગૌશાળા સ્થાપી હતી. અનેક ટ્રસ્ટમાં તેઓ સેવા અને દાન આપતા હતા સૌથી સારામાં સારૂં તેમનું કાર્ય ખાસ કરીને દીકરીઓને ભણવા માટેનું હતું. તેમના પ્રયત્નો બાદ જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીકરીઓને ભણાવવા માટેનું મહત્વ લોકોને સમજાયું હતું.
ખરેખર તેમનો સ્વભાવ ખૂબ જ સરસ છે! પોતાના જીવનમાં તેમને સદાય સદાચાર અને પ્રેમભાવની ભાવના રાખેલ. પોતાની પુત્ર વધુને દીકરી ગણીને વહાલ સાથે તેની વિદાય કરીને એક ઉતમ સંદેશો આપ્યો.વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધુ મનીષાને પોતાના પુત્રના નિધન બાદ દીકરી ઘણી લીધી હતી તેમજ પુત્રના અવસાન બાદ જામકંડોરણા નજીક આવેલા એક ગામમાં જ રહેતા હાર્દિક ચોવટીયા નામના યુવાન સાથે મનીષાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા પણ હતા.
આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી કુલ 100 કરોડથી પણ વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી . આમ તેઓ એ સમાજમાં એક ઉમદા અને મોટું દ્રષ્ટાંત લોકોને પૂરૂં પાડી જણાવ્યું હતું કે તમે તમારી પુત્રવધુને દિકરી થી વિશેષ દરજ્જો આપો!