જાણો કોણે અને શા માટે કરી હતી વિવાહ વ્યવસ્થાની શરૂઆત

ભારતમાં એક સમય એવો હતો જ્યારે બહુ પતિત્વની પ્રથા હતી. જ્યારે જ્યારે શાસ્ત્રોનો ઉલ્લેખ આવે દ્રૌપદીનું ઉદાહરણ યાદ આવે જેણે પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. દ્રૌપદીના 5 પતિઓ સાથે કેમ થયા હતા લગ્ન જાણીએ આ રહસ્ય વિશે. જ્યારે અર્જુન દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને પોતાના અન્ય ભાઈઓની સાથે માતા કુંતીની પાસે આવ્યા અને બોલ્યા, જુઓ માતા આજે અમે ભિક્ષામાં શું તમારા માટે શું લઈને આવ્યા છીએ. કુંતીએ જોયા વગર જ કહી દીધું કે આપસમાં વહેંચી લો. એ સમયે મુખથી નિકળેલા શબ્દોનું બહુ જ મહત્વ હતું.

જેવી કુંતી પલટીને જુએ છે તો તે ચિંતિત થઈ જાય છે. તેણે શું કહી દીધું. દ્રૌપદીને ભિક્ષા કહેવા બદલ અર્જુન અને ભીમને વઢ પડ્યો હતો. તેવામાં યુધિષ્ઠિર ત્યાં આવતા, આખી વાત સમજાવતા કુંતીના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું હતું કે પ્રાચીન સમયમાં આવું થઈ ચુક્યું છે કે એક સ્ત્રીના અનેક પતિ હોય છતાં પણ તે ધર્મસંગત હોય.

તે પછી શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા અને જણાવ્યું કે દ્રૌપદી માટે કુંતીના મુખમાંથી નિકળેલા શબ્દોને પગલે તેણે પાંચ પતિઓની પત્ની બનવું પડશે. શ્રીકૃષ્ણે દ્રૌપદીને યાદ અપાવી કે પાછલા જન્મમાં કેવી રીતે દ્રૌપદીએ ભગવાન શિવની તપસ્યા કરીને એવા વરની કામના કરી હતી કે જે ધર્મરાજની જેમ ન્યાય પ્રિય અને જ્ઞાની હોય, સૌંદર્યમાં સૌથી ઉત્તમ સર્વશ્રેષ્ઠ ગદાધારી અને મહાન ધનુર્ધર હોય, જે સર્વગુણ સંપન્ન હોય. કારણ કે એટલા ગુણો એક પુરુષમાં સંભવ ન હોય તેથી દ્રૌપદીને પોતાના વરદાનના ફળ સ્વરૂપ પાંચ પતિ મળ્યાં છે.

શ્વેતકેતુ જેમણે વિવાહ વ્યવસ્થાની શરૂઆત કરી : મહાભારત અને એનાથી પહેલા કોઈ પણ પુરુષ અને સ્ત્રી કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધો બનાવી શકતા હતા. તેમાં કોઈ અધર્મ નહોતો. શ્વેતકેતુ એક વાર પોતાની માતા અને પિતા સાથે બેઠા હતા. એ સમયે ત્યાં એક ઋષિ આવ્યા અને તેમની માતાનો હાથ પકડી લીધો. અને પોતાની સાથે આવવા માટે કહ્યું. એનાથી શ્વેતકેતુ ઘણાં નારાજ થયા. તેમણે વિવાહ વ્યવસ્થાની શરૂઆત કરી જેથી સ્ત્રી અને પુરુષોના સંબંધો મર્યાદિત રહે. આમ ત્યારબાદ સમાજમાં એક પુરૂષ અને એક સ્ત્રી વિવાહથી બંધાયા અને બહુ પતિ કે બહુ પત્નની પ્રથા પૂર્ણ થઈ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer