ગુજરાતી માણસ આખા વિશ્વમાં પ્રખ્યાત છે એ ધનવૈભભી હોય કે દિલદાર હોય. તમે ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈને તો જરૂર ઓળખતા હશો પણ શું તમે ગાયક દિગ્ગજો ત વિષે જાણો છો કે નહિ? નથી જાણતા તો જાણીલો કે તેમાં આપણા બધાના લોક લાડીલા રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ છે જેઓ બહુ મોટા પ્રખ્યાત સંગીત કલાકાર છે.
આપને ધૈર્યરાજની બીમારી વિશે તો જાણીએ જ છીએ કે જેન માં 16 કરોડનું ઈન્જેકશન આપવું પડ્યું હતું એવી ભયંકર બીમારી હતી . આમ છતાં લોકોએ ભરપૂર દાંન આપીને આ બાળકની જિંદગી બચાવી લીધી હતી પણ હવે આવીજ બીમારી ગીર સોમનાથના નાના માસુમ બાળક ને પણ છે.
જે આલીદર ગામના રહેવાસી છે. જો માધ્યમ વર્ગના માણસની 10 પેઢી મથે તોયે 16 કરોડ ક્યારેય ભેગા ના કરી શકે અને આવા નાના બાળકને 1 ઈન્જેકશન આટલું મોંઘુ આપવું પડે ત્યારે શું થાય મિત્રો.
પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ગુજરાતના માણસો દિલદાર અને દયાવાન છે . એક આવાજ દિલદાર આ બાળકની મદદ કરવા માટે સામે આવ્યા છે જેમને તમે જીગ્નેશ કવિરાજના નામથી ઓળખો છો.
આ બાળક કે જેનું નામ વિવાન છે તેને સ્પાઈનર મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે. જેની અંદર કોઈ પણ વ્યક્તિને સારવાર ના મળે તો બચી શકતી નથી. એક અહેવાલ મુજબ વિવાનના પિતાએ કહ્યું કે તેમની પાસે હાલ 3 કરોડની આસપાસ ભંડોળ ભેગું થઇ ગયેલ છે.
જેમાં અમુક લોકોએ મદદ જ કરી હતી પણ હજુ પણ ઘણા પૈસાની જરૂર છે અને ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.હવે મિત્રો જીગ્નેશ કવિરાજે પણ તેમના એક પ્રોગ્રામમાંથી જે કઈ પણ પૈસા મળે એ બધા આ બાળકની સારવાર માટે આપવાની જાહેરાત કરી દીધી હતી.