હિંદુ ધર્મમાં વૃંદાવન ધામને ખુબજ ઉત્તમ માનવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે અહી ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે નાનપણ માં અથકેલીયા કરી હતી. જેનાથી કૃષ્ણ જી એ અ જગ્યા પર પ્રેમ સંદેશો પણ આપ્યો હતો. આ સ્થાનને જોવા માટે દુનિયાભર ના લોકોનો જમાવડો અહી રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળપણ માં ખુબજ શરારતી હતા. યમુના નદી પર ગોપીઓ જયારે સ્નાન કરવા માટે આવતી હતી ત્યારે ત્યારે તેના કપડા ચોરી લેતા હતા. આ જગ્યા પર કૃષ્ણ એ ઘણા દાનવોનો નાશ કર્યો હતો. પ્રાપ્ત આકડા મુજબ આ જમીન પર લગભગ ૫ હજાર મંદિર સ્થિત છે. જે સમય જતા ધીરે ધીરે નાશ થઇ રહ્યા છે.
માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આ પાવન ભૂમિ પર ગયા છે તેમને જાતે જ પોતાના મો થી રાધે રાધે નો જાપ કર્યો છે. વૃન્દાવનમાં સૌથી મુખ્ય મંદિર જ્યાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમજ ગીતની શિક્ષા અંગ્રેજીમાં આપવામાં આવે છે તેમાં છે બાંકે બિહારીનું મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર, મદન મોહન મંદિર વગેરે. આ મંદિરો માં રાધા કૃષ્ણના પ્રેમની શરૂઆત થઇ હતી. આ સ્થાનની એકદમ નજીક યમુના નદી છે. જો ત્યાં કોઈ ભક્ત ડૂબકી લગાવે છે તો તેમના બધાજ પાપ ધોવાઈ જાય છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
સાંજ ના સમયે ક્યારે આરતી થાય છે તો ચારે બાજુ શંખ ની ગુંજ, રાધે રાધે ની અવાજ, આરતીની અવાજ તથા નદીઓ માં પ્રગટી રહેલા દીવા થી આખું વૃંદાવન જગમગી ઉઠે છે. અ સ્થાન પર દરરોજ વિદેશી પર્યટકો ની સાથે સાથે અનેક લોકો ઘુમવા આવે છે. વૃન્દાવનમાં પ્રવેશ કરવા પર જોવા મળે છે કે એ ચારે તરફ થી મંદિરો થી ઘેરાયેલ છે. અહી ઘણી બધી કુટિયા છે જ્યાં મોટા ભાગે સાધુ સંતો વિશ્રામ કરે છે.