અત્યારે ગુજરાત રાજ્યના જિલ્લાઓ કરતાં કોવિડ ગામડાઓમાં ધમાલ મચાવી રહ્યો છે ત્યારે હવે ગામમાં કેર સેન્ટર શરૂ કર્યા છે, એવું જ એક કેર સેન્ટર મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને ઝાંખી પાડે એવુ અદભૂત ગ્રામ્ય આયોજન, છેક સવા બસ્સો કિલોમીટર દૂરથી લોકો સારવાર લેવા આવ્યા. ગામડાઓમાં સુવિધા નથી.
શહેરોમાં છે એ માન્યતા ઘણે અંશે સાચી છે, પણ સાવ સાચી નથી. ખાસ કરીને કોવિડ પછી તો લોકોનો શહેરો પરથી માયા ખલાસ થઈ રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારો પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. કોવિડની પહેલી લહેરમાં જ લોકો ગામડા તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા.
તેની પાછળ બીજી લહેરમાં કોવિડ પણ ગામડાંઓ સુધી પહોંચ્યો.હવે તો વડા પ્રધાન પણ કહી ચૂક્યા છે કે કોવિડ ગામડામાં ન ફેલાય તેનું ધ્યાન રાખજો.પણ એ વાતને સરકારે જ શરૃઆતમાં કે અત્યારે પણ ખાસ ગંભીરતાથી લીધી નથી. તેની સામે ગુજરાત રાજ્યના ગામડા વિસ્તારમાં કેટલાક બુદ્ધિ ધરાવતા નાગરિકોએ જાતે રીતે ઉપાયો અજમાવ્યા હતા.
મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામના ડોક્ટર યશવંત પટોળિયાનો સમાવેશ આવા જ દુરંદેશી ધરાવતા ડોક્ટરો માં થાય છે. કેમ કે ડો.યશવંતે બે માસ પહેલા ગામડા લેવલે કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું હતું. આ અંગે માહિતી આપતા ડો.યશવંતે કહ્યું હતું કે બે માસ પહેલા જ નજીકના ગામ સાંખડાવદરમાં કોમ્યુનિટી હોલ (પટેલ સમાજ)માં અમે કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દીધું હતું. તે ખૂબ જ ગર્વની વાત છે
એ વખતે બધાને અચરજ થતું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં કોવિડ છે, ત્યાં ક્યાં સારવારની જરૃર છે એવું ઘણા લોકો કહે તા હત અને તે નું બધા લોકો માનતા પણ હતા. પણ જેમ જેમ સમય ગયો એમ ગામડાંઓમાં સ્થિતિ બગડી. જૂનાગઢ જિલ્લામાં સાડા પાંચસો ગામ છે, પરંતુ જિલ્લામાં ગ્રામ્ય ધોરણે કોવિડ સેન્ટર પહેલું સાંખડાવદરમાં ઉભું થયું હતું. જે ખૂબ જ સારી વાત છે.
મોટી ખોડિયાર નાનું ગામ છે, ગીરમાં આવેલું છે. સાંખડાવદર સેન્ટર કહી શકાય એવુ ગામ છે, એટલે ડોક્ટર અને તેમની હેલ્પર ટીમે એ ગામને કેર સેન્ટર માટે પસંદ કર્યું હતું. વળી ત્યાં દર્દીઓ માટે જરૃરી સાધન-સામગ્રી સહેલાઈથી મળી શકે એમ હતી. માટે ત્યાં શરૂ કર્યું.
દર્દીઓ માટે ખાટલા, અન્ય સામગ્રી, દરદીઓના સગા માટે સગવડ વગેરે આ ગામે સાચવ્યું અને આજેય સાચવે છે. બે માસ દરમિયાન અહીં 1500થી વધારે દરદીઓની સારવાર થઈ છે, જેમાંથી ઘણા પેશન્ટ ઓક્સિજનની કમીના હતા. પરંતુ તુરંત સારવાર અને ઓક્સિજનની પુરતી વ્યવસ્થાને કારણે કોઈ દર્દીનું આજ સુધીમાં મોત થયું નથી. તે ગર્વની વાત છે
100થી વધારે દરદીઓની મફત સારવાર કરવામાં આવી છે. ડો.પટોળિયાએ ઉમેર્યું હતું કે અમે સારવાર માટે ફી ન લઈએ પણ એપ્રિલમાં જ્યારે દવાની ગોળીઓની પણ અછત હતી, ત્યારે અમારે પણ એ બધી સામગ્રી ખરીદવી પડતી હતી. તો પણ અમે અમારા પૈસા ખર્ચીને પણ તમને મફત સારવાર આપી.
ઓક્સિજનના એક બાટલા માટે જૂનાગઢ જેવા શહેરમાં જ્યારે પંદર-પંદર હજાર લેવાયા ત્યારે અમારા દરદીઓ 3 હજારમાં સાજા થઈને ઘરે ગયા છે. જે દરદીઓને લાંબો સમય રોકાવવું પડ્યું એમનું મહતમ બિલ 15 હજાર આવ્યું છે. શહેરની હોસ્પિટલો બહાર મલ્ટિ સ્પેશિયાલિટીના બોર્ડ માર્યા હોય છે.
એવા દવાખાનામાં ગયેલા દરદી સાજા થઈને બહાર આવે કે ન આવે પણ લાખોનું બિલ જરૃર ચૂકવે એ સૌ જાણે છે. તેની સામે ગ્રામ્ય કક્ષાના આ સેન્ટરે અનેકગણુ સારું કામ કર્યું છે. એ કામગીરીમાં મદદ કરનારા મોટી ખોડિયાર અને સાંખડાવદરના ગામવાસીઓ પણ અભિનંદનને પાત્ર છે.
આ કામગીરીમા જોકે તેમને સ્થાનિક આગેવાનો હિરેન ભંડેરી, રવિ ભીમાણી, સંદિપ પટોળિયા, કિશન વણપરિયા, બિપિન વણપરિયા, જેનિશ વણપરિયા, વજુભાઈ માંગરોયિળા વગેરેની મદદ મળી હતી. તો પણ સામાન્ય હોસ્પિટલમાં હોય એના કરતા ઓછા સ્ટાફથી કેર સેન્ટર આજેય ચાલી રહ્યું છે.
આ સેન્ટરની સફળતા તેના આધારે પણ માપી શકાય કે છેક સવા બસ્સો કિલોમીટર દૂર દ્વારકા, સો કિલોમીટર દૂર અમરેલી જેવા કેન્દ્રોમાંથી પણ દરદીઓ ત્યાં સારવાર લેવા આવ્યા હતા. સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા કરાઈ હતી. તેની સામે કોવિડ વધ્યો ત્યારે એક સાથે 98 દરદીઓને સારવાર આપવી પડી હતી.
વધારાના દરદીઓને નીચે સુવડાવીને પણ સારવાર આપી છે. અત્યારે જોકે કોવિડ હળવો છે એટલે 24 દરદી સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સાજા થયેલા પૈકી 207 દરદી ઓક્સિજનની કમીવાળા હતા. ભારતના સ્વપ્નદૃષ્ટા રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ વારંવાર ગામડાઓ મજબૂત કરવા .
ત્યાં શહેરી સુવિધાઓ ઉભી કરવા પર ભાર આપતા હતા. હવે તો કોવિડ વધ્યા પછી ગામડા તરફ લોકોની નજર વધી છે. પરંતુ મૂળ જરૃરિયાત ગામડાઓને એક સાથે રાખી ત્યાં અનિવાર્ય કહી શકાય એવી સુવિધાઓ ઉભી કરવાની છે. જે મુસ્કેલ કાર્ય છે.