મહાભારત એક એવું મહાકાવ્ય છે કે જેના ઘણા બધા તથ્યો વિશે આજે પણ લોકો નથી જાણતા. તેની પાછળ સૌથી મોટુ કારણ એ છે કે લોકો આ મહાકાવ્ય ને વાચતા નથી ફક્ત તેની વાર્તાઓ સાંભળે છે અથવા જોવે છે. અને એ પણ અધુરી..આજે અમે મહાભારતના કેટલાક યોધ્ધાઓ વિશે જણાવીશું જેમની અંતિમ ઈચ્છાઓ ખુબજ કઠીન હતી.
વિદુર :- વિદુર મહાભારતમાં રાજનીતિજ્ઞ ના રૂપમાં ઓળખાતા હતા. યુધ્ધના સમયે જયારે વિદુર ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા અને તેણે દુખી થઈને કહ્યું કે હે પ્રભુ મને યુદ્ધ ના કારને ખુબજ કષ્ટ થઇ રહ્યું છે. તેથી તેમણે ભગવાન શ્રી કુષ્ણ ને કહ્યું કે મારું મૃત્યુ પછી મારા શરીરને નાતો દફનાવવું કે ના તો બળવું. બસ પોતાના સુદર્શન ચક્ર માં લીન કરી લેજો.
ઘટોત્કચ :- ઘટોત્કચ એ ભીમનો ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. અને તે પણ ભીમની જેમ ખુબજ શક્તિશાળી યોદ્ધ હતો. ઘટોત્કચએ ભગવાન કૃષ્ણ ને પ્રાર્થના કરી હતી કે તેના મૃત શરીર ને ના ભૂમિ માં સમર્પિત કરવું કે ના અગ્નિ માં અથવા ના જળમાં. પરંતુ મારા મૃત શરીરને હવા માં વિલીન કરી દેજો.
કર્ણ :- કર્ણ એ પોતાની અંતિમઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ની સામે કહ્યું હતું કે તેનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ થવો જોઈએ જ્યાં કોઈ પાપ ના થયું હોય. કર્ણ કે કર્ણ એક ખુબજ શુરવીર અને દાનવીર યોધ્ધા હતો અને તેની અંતિમ ઈચ્છા પણ ખુબજ કઠીન હતી. કર્ણ દાનવીર હોવાથી તે એવું ઈચ્છતો હતો કે તેના અંતિમ સંકર શુદ્ધ અને પવિત્ર જગ્યા પર કરવામાં આવે.