ભારત દેશની અંદર અનેક પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે અને આ દરેક પરંપરાઓ પાછળ અનેક પ્રકારની પૌરાણિક કથાઓ છુપાયેલી હોય છે. ભારત દેશના પૌરાણિક ગ્રંથો ની અંદર આ દરેક વાતો વિશે વિશેષ માહિતી આપવામાં આવેલી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રાજસ્થાનના પાલી જિલ્લાની અંદર આવેલા એક ચમત્કારી મંદિર અને ત્યાંની એક માન્યતા વિશે કે જે છે સૌથી અલગ.
રાજસ્થાનના પાલી જીલ્લાની અંદર ૮૦૦ વર્ષ જૂનું શીતળા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરના મધ્યમાં એક અડધા ફૂટનો ખાડો કરવામાં આવેલો છે. જેને વર્ષમાં માત્ર બે જ વખત શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવે છે. શીતળા માતાના મંદિરની અંદર રહેલા આ ખાડાને ભક્તો માત્ર શીતળા સાતમ ના દિવસે અને જેઠ મહિનાના પૂર્ણિમાના દિવસે દર્શન કરી શકે છે.
શીતળા માતાના મંદિરની અંદર રહેલા આ ખાડા સાથે એક ચમત્કાર જોડાયેલો છે. આ ખાડો કોઈ સામાન્ય ખાડો નથી પરંતુ તેને ચમત્કારી ખાડો માનવામાં આવે છે. આ મંદિરની અંદર અંદાજે ૮૦૦ વર્ષથી એક પરંપરા ચાલી આવી છે. જેની અંદર ગામની બધી જ મહિલાઓ મટકા ની અંદર પાણી ભરી આ ખાડામાં પાણી ભરતી હોય છે. લગભગ ગામની દરેક મહિલાઓ ઘડા દ્વારા આ ખાડાની અંદર પાણી રેડતી જાય છે. આમ છતાં આ ચમત્કારી ખાડો ક્યારેય ભરાતો નથી કે આ ચમત્કારી ખાડા નું પાણી બહાર પણ નીકળતું નથી.
અહીંયાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ગામની અંદર આવેલા આ ચમત્કારી મંદિર ની અંદર અંદાજે ૮૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. જમીનની અંદર રહેલા આ ઘડા ઉપરનો પથ્થર વર્ષમાં બે વખત હટાવવામાં આવે છે. અને આ બન્ને દિવસે ગામની બધી જ મહિલાઓ તેની અંદર ભરીભરી અને હજારો લીટર પાણી ભરી દે છે આમ છતાં આ ઘડો ક્યારેય ભરાતો નથી.
સૌથી છેલ્લે પુજારી માતા શીતળા ના ચરણો ની અંદર અર્પિત કરવામાં આવેલા દૂધ ને તે ખાડાની અંદર ભરે છે અને આમ કરતાંની સાથે જ આ ખાડો તરત જ આખો ભરાઈ જાય છે. આ ગામની અંદર આ બંને દિવસે લોકો નો મેળો ભરાય છે અને દૂર-દૂરથી લોકો આ ચમત્કારને જોવા માટે આવે છે.
આ ચમત્કાર પાછળ પણ એક પૌરાણિક કથા છુપાયેલી છે. જેના અનુસાર ૮૦૦ વર્ષ પહેલા બાબરા નામનો એક રાક્ષસ રહેતો હતો. જેના કારણે આ ગામના કોઈ પણ વ્યક્તિના લગ્ન ન થતા હતા. આથી ગ્રામીણ લોકોએ આ રાક્ષસ ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બ્રાહ્મણોએ શીતળા માતાની ઉપાસના કરી હતી .અને ત્યારબાદ શીતળા માતા એક બ્રાહ્મણના સ્વપ્નમાં આવી ત્યારે તેણે કહ્યું કે જ્યારે તે બ્રાહ્મણની દીકરી ના લગ્ન થશે ત્યારે સીતા માતા તે રાક્ષસને મારી નાખશે.
આ સ્વપ્ન અનુસાર બ્રાહ્મણે જ્યારે પોતાની દીકરીના લગ્ન કર્યા ત્યારે શીતળા માતા નાની કન્યાના રૂપમાં ત્યાં ઉપસ્થિત હતા. અને જેવા જ લગ્ન સંપન્ન થયા કે તરત જ તે બાળ કન્યા તે રાક્ષસને કર્યો આ સમયે તે રાક્ષસે શીતળા માતા પાસે વર્ષમાં બે વખત બલી ની માંગ કરી હતી. ત્યારે શીતળા માતાએ તેને આશીર્વાદ આપ્યા હતા કે આ ગામની મહિલાઓ તેને વર્ષમાં બે વખત પાણી પાસે અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવી છે. ત્યારે શીતળા માતાએ તેને આશીર્વાદ આપ્યા હતા કે આ ગામની મહિલાઓ તેને વર્ષમાં બે વખત પાણી પાસે અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવી છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ને આ વાતની જાણ થઈ નથી કે મહિલાઓ દ્વારા આ ઘડાની અંદર નાખવામાં આવતું પાણી ક્યાં જાય છે.