મહાભારતના યુદ્ધ પહેલા અર્જુને આ કારણે માતા દુર્ગાની સ્તુતિ કરીને તેને યાદ કર્યા હતા, જાણો આ કથા 

કુરુક્ષેત્રના મેદાન પર યુદ્ધના દુંદુભિઓ જોરશોરથી ગડગડવા લાગ્યા. કૌરવો અને પાંડવો બંને પક્ષની સેનામાં કોલાહલની આંધી જાગી ઉઠી. કૌરવ સેના પશ્ચિમ દિશાને અભિમુખ સુસજ્જ થઈને ઉભી હતી અને પાંડવસેના પૂર્વ દિશા તરફ મુખ માંડીને યુદ્ધના પ્રારંભના આદેશની રાહ જોતી હતી.

ઢોલ, શંખ અને મૃદંગ વાગી રહ્યા હતા અને આકાશમાં હેમંત ઋતુનો સૂર્ય ઉષાની લાલિમા પાથરી રહ્યો હતો. એ લાલિમામાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં થનારા રક્તપાતની એંઘાણી જોઈ રહ્યા હતા. માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષના આ દિવસો હતા અને ત્યારે કૌરવ પક્ષના સેનાપતિ ભીષ્મ પિતામહ ના ‘અભેદ્ય વ્યૂહ’થી વિચારમાં પડેલા મહારાજ યુધિષ્ઠિર અર્જુન સાંત્વના આપે છે.

કૌરવોની અગ્યાર અક્ષૌહિણી સેના સામે સાત અક્ષૌહિણી પાંડવ સેના પરાજિત પામશે એવી સંખ્યા ગણતરીના ભયને દૂર કરે છે. આવા સમયે અર્જુન પોતાના જ્યેષ્ઠબંધુ યુધિષ્ઠિરને ઉત્સાહ આપતા કહે છે, ‘માના દર્શન ન થવાથી એ વખતે હું અતિ દારુણ વેદના અનુભવી રહ્યો હતો.

મને એવું લાગતું હતું કે જાણે ભીના ટુવાલની જેમ કોઈ મારા હૃદયને નિચોવી રહ્યો છે. અત્યંત બેચેની મને ત્રાસ કરી રહી હતી અને મને બીક લાગતી હતી કે આ ભવે તો હું માના દર્શન નહીં કરી શકું. માનો વિયોગ મને અસહ્ય થઈ પડયો. જીવવામા મને રસ ન રહ્યો.

એવામાં એકાએક મારી નજર મંદિરમાં રાખેલી તલવાર પર પડી. જીવનનો અંત આણવાનો નિશ્ચય કરીને હું એક પાગલની માફક કૂદ્યો અને એ તલવાર ગળા ઉપર ઝીંકવા માટે ઉગામી, પરંતુ ત્યાં તો એકાએક જગદંબા મારી આગળ પ્રત્યક્ષ થયા અને મારો હાથ પકડી લીધો. મને દર્શન આપ્યાં.’ આમ રામકૃષ્ણદેવને આધશક્તિના સ્થૂલ દેહે દર્શન પ્રાપ્ત થયા.

શ્રી રામકૃષ્ણ પરમહંસની જેમ જ શ્રી અરવિંદને પણ નર્મદા નદીના તટ પર આવેલા કરનાળી ગામમાં મહાકાલીના મંદિરમાં મહાકાલીના સાક્ષાત્ દર્શન થયાં હતાં. ત્યારે શ્રીઅરવિંદ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની નોકરીમાં જોડાયેલા હતા. તે કાળે તેમના પ્રિય મિત્ર હતા બેરિસ્ટર દેશપાંડે. સન ૧૯૦૬માં શ્રી અરવિંદ બેરિસ્ટર દેશપાંડે સાથે ચાણોદ અને કરનાળી ગયા હતા.

ચાણોદના ગંગનાથ મહાદેવમાં સ્વામી બ્રહ્માનંદના દર્શન કરી બંને મિત્રો કરનાળી ગયા.  કરનાળી ગામની સીમમાં નર્મદા નદીના કિનારા પર કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે. એ મંદિરની સામે જ મહાકાલીનું જિર્ણ મંદિર છે. શ્રી અરવિંદને લઈને બેરિસ્ટર દેશપાંડે એ મંદિરમાં ગયા. મહાકાલીની  મૂર્તિના દર્શન કરવા બંને મિત્રો મૂર્તિ સામે ઉભા રહ્યા.

જ્યારે શ્રી અરવિંદને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. આ ઘટનાનો ઉલ્લેખ શ્રી અરવિંદે પોતાના સાંજના વાર્તાલાપોમાં કર્યો છે. આ અલૌકિક ઘટના સન્ ૧૯૦૬માં બની. ત્યાર બાદ શ્રી અરવિંદે પોંડિચેરીમાં મૂળ બંગાળીમાં’દુર્ગાસ્તોત્ર લખ્યું છે, જે વાંચવા જેવું છે. કુરુક્ષેત્રના સમરાંગણમમાં આદ્યશક્તિ માં દુર્ગાના દર્શન પ્રાપ્ત કરી અર્જુનનાં નેત્રોમાં અશ્રુધારા પ્રવાહિત થઈ. જગદંબા અદૃશ્ય થઈ ગયા પછી અર્જુન શ્રીકૃષ્ણની પાસે ગયો. તેમને પ્રણામ કર્યા.

ભગવાને એના ખભા પર હાથ મૂકી પ્રશ્ન કર્યો, ‘પાર્થ, તને  હવે તારા વિજય વિશે શંકા છે ખરી ?’ ‘ના, મધુસૂદન, હવે હું વિજય માટે નિશ્ચિંત અને નિશ્ચિત થઈ ગયો છું. આમાં હું આપણા અનુગ્રહનાં જ દર્શન કરું છું.’ અર્જુન ભક્તિભાવે બોલ્યો.  શ્રીકૃષ્ણ એ કહ્યું,’ હવે રથમાં બેસ. આપણે મહારાજ યુધિષ્ઠિર પાસે જઈએ.’ અર્જુન કૃતજ્ઞાતાના ભાવ સાથે રથમાં બેઠો. ભગવાન એના સારથિ બન્યા અને રથ હાંકવા લાગ્યા. જેનો રથ ભગવાન હાંકે તેનો તો જન્મારો સફળ થઈ જાય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer