ચાર ધામની યાત્રાનું મહત્વ આપણા ધર્મમાં ઘણું બધું છે. દરેક ધામનું પોતાનું અલગ મહત્વ છે. આ ચાર ધામ યાત્રા માનું એક છે બદ્રીનાથ. બદ્રીનાથ ના વિષય માં એક કથા પ્રચલિત છે. પહેલા આ ધરતી ભગવાન શિવ ની હતી અને પછી ત્યાં ભગવાન વિષ્ણુ એ વાસ કર્યો હતો. પછી જે ભગવાન વિષ્ણુનું નિવાસ્થાન બની ગયું. એ જાણીને તમને ખુબ જ મજા આવશે અને તમને એ જાણવાનો રસ તો જાગતો જ હશે કે ક્યાં કારણે ભગવાન શિવના બદલે ભગવાન વિષ્ણુનું નિવાસ્થાન બન્યું આ બદ્રીનાથ. ચાલો જાણીએ તેના વિશે.
બદ્રીનાથ પેહલા ભગવાન શિવનું નિવાસ સ્થાન હતું. ભગવાન શિવ તેના પરિવાર સાથે ત્યાં રહેતા હતા. એક વાર ભગવાન વિષ્ણુ ધ્યાન ધરવાની ખોજ માટે એક જગ્યા શોધતા શોધતા અહી આવ્યા. આ જગ્યા જોઈ અને તેઓ મોહિત થઇ ગયા. પણ તેમને ખબર હતી કે આ તો એમના આરાધ્યનું નિવાસ્થાન છે. માટે તેઓ અહી કઈ રીતે નિવાસ કરી શકશે. પછી તેઓ ને એક લીલા કરવાનો વિચાર આવ્યો.
પછી ભગવાન એક બાળક બની ગયા અને રડવા લાગ્યા આ જોઈ અને માતા પાર્વતી તેને અંદર લઇ જતા હતા. ત્યારે ભગવાન શિવ તો ઓળખી જ ગયા એમને પણ માતા પાર્વતી ને એમણે કહ્યું કે બાળક ને અંદર ન લઇ જાવ તે એની મેળે જશે પણ માતા ન માન્યા અને તેને અંદર લઇ ગયા. અને માતા પાર્વતી જયારે બહાર નીકળી ગયા તો ભગવાન વિષ્ણુ એ દરવાજો બંધ કરી નાખ્યો અને કહ્યું જે હવે તમે કેદાર નાથ જાઓ હું અહી જ રઈશ. અને ભક્તો ને અહી થી દર્શન આપીશ.
અને પછી એવું હતું કે માતા લક્ષ્મી રિસાઈ અને એમના પિયર ગયા હતા. અને પછી જયારે એમની નારાજગી દુર થઇ ગઈ તો તેઓ ભગવાનને ગોતતા ગોતતા આ સ્થાન ઉપર આવ્યા અને એમણે જોયું કે ભગવાન બોર ના ઝાડ ઉપર ચડી અને તપસ્યા કરી રહ્યા હતા. ત્યારથી માતા લક્ષ્મી એ એમનું નામ બદ્રીનાથ પાડ્યું હતું. આ પછી આ જગ્યા બદ્રીનાથ ના નામ એ ઓળખવા મંડી.