આ વાત તો તમે બધા જાણતા જ હશો કે હનુમાનજી અને ભીમ બંને ભગવાન શિવના જ અંશ માનવામાં આવે છે. તેથી આ કારણથી બંને એકબીજાના ભાઈ થયા. આજે અમે તમને હિંદુ ધર્મની પૌરાણિક કથાઓની વિશે કહેવા જઈ રહ્યા છીએ. જે લગભગ જ તમને ખબર હશે.
તમને જણાવી દઈએ કે, એક વાર પાંડવોએ એમના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે રાજસૂય યજ્ઞનું આયોજન કરે છે. યજ્ઞણે અધિક ભવ્ય રૂપ દેવા માટે યુધીષ્ઠીર એ ભગવાન શંકરના મૃગાને આમંત્રિત કરવા માટે ભીમને મોકલ્યા. તે જતી વખતે શ્રીકૃષ્ણ એ ભીમને ચેતવ્યા કે મૃગા ઋષિનું અડધું શરીર પુરુષનું અને પગ મોરના છે. તેથી આ કારણથી એની ચાલવાની ગતિ ખુબ તેજ છે અને જો તમે એની સમાન નહિ ચાલી શકો તો તે તમને મારી નાખશે.
એના પછી ભીમ એની શોધમાં નીકળી ગયા. રસ્તા પર જતા સમયે ભીમને હનુમાનજી મળ્યા. જયારે હનુમાનએ હિમાલય પર આવવાનું કારણ પૂછ્યું તો ભીમએ પૂરી વાત કીધી. પછી હનુમાનજી એ પણ ભગવાન કૃષ્ણની વાત કીધી કે મૃગ ઋષિની ચાલ ખુબ જ તેજ છે અને હનુમાનજીએ એને એક ખાસ ઉપાય પણ બતાવ્યો.
હનુમાનજીએ કહ્યું કે જો મૃગ ઋષિના રસ્તામાં શિવલિંગ મળી જશે તો તે વગર દર્શનથી ત્યાંથી આગળ વધી શકશે નહિ. ત્યારે એની ગતિ ધીમી થઇ જશે. એના માટે હનુમાનજીએ એમના શરીરના ત્રણ વાળ ભીમને આપ્યા હતા અને એ પણ કહ્યું હતું કે મૃગ ઋષિ જો તમારી પાસે આવી જાય તો આ એક વાળ જમીન પર નાખી દેજો જેનાથી આ એક હજાર શિવલિંગમાં બદલી જશે અને પછી મૃગ ઋષિ એક હજાર શિવલિંગની પૂજા કર્યા વગર આગળ વધી શકશે નહિ. એનાથી તમે આગળ નીકળી જશો.