હિંદુ ધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ હોય છે, અને આ મંત્રોમાં ખુબજ શક્તિ હોય છે. મંત્રોના જાપથી સન્યાસીઓએ પણ ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરેલ છે. તેથી અમે જણાવીએ કે એવોજ એક શક્તિશાળી મંત્ર જેને સાંભળવા માત્રથી કિસ્મતના તાળા ખુલી જાય છે.
અને કિસ્મત બદલાઈ જાય છે. તેમજ હિંદુ ધર્મ શાસ્ત્રોમાં બ્રહ્માજીને વિશ્વના સર્જનહાર, મહાદેવને સંહારક અને ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિષ્ણુ સહ્સ્નાનમ સૌથી પવિત્ર સ્ત્રોત માનવામાં આવે છે.
માન્યતા અનુસાર તેને વાંચવાથી અથવા સાંભળવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે. આ સ્ત્રોત સંસ્કૃત માં હોવાથી સામાન્ય લોકોને વાંચવામાં તકલીફ થાય છે. તેથી આ સરળમાં સરળ મંત્ર નું ઉચ્ચારણ કરીને એટલોજ લાભ પ્રાપ્ત મેળવી શકાય છે જેટલો વિષ્ણુ સહસ્ત્રનામ ના જાપ થી પ્રાપ્ત થાય છે.
नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे, सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:.. વ્યક્તિના જીવનમાં આવનારી કોઈ પણ બાધાઓ થી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવો.
કહેવાય છે કે, મહાભારતમાં જયારે ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર હતા તે સમયે યુધિષ્ઠિરે તેમણે પૂછ્યું, કોણ એવું છે જે સર્વવ્યાપ્ત છે? અને સર્વ શક્તિમાન છે? ત્યારે તેમણે ભગવાન વિષ્ણુના એક હઝાર નામ જણાવ્યા હતા.
તેમજ ભીષ્મપિતામહ એ યુધિષ્ઠિરને કહ્યું હતું કે દરેક યુગમાં આ નામો વાંચવાથી અથવા તો ફક્ત સાંભળવાથી લાભની પ્રાપ્તિ કરી શકાય છે. જો દરરોજ આ એક હજાર નામ નો જાપ કરવામાં આવે તો દરેક મુશ્કિલો સમાપ્ત થઇ જાય છે.