વૈશાખ મહિનાની પૂનમ ના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિનીમાં ઈસ પૂર્વ 563માં આવશે. થયો હતો. 528 ઈસ પૂર્વે વૈશાખ મહિનાની પૂનમે જ બોધગયામાં એક વૃક્ષની નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. એવું માનવામાં આવે છે કે કુશીનગરમાં આ દિવસે તેમને 80 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો હતો.
લગભગ 2500 વર્ષ પહેલાં બુદ્ધે દેહ ત્યાગ કર્યો ત્યારે તેમના શરીરના અસ્થિઓ આઠ ભાગોમાં વિભાજિત થયા. જેની પર આઠ જગ્યાએ 8 સ્તૂપ( બુદ્ધના અસ્થિ રાખવાની પવિત્ર જગ્યા) બનાવવામાં આવ્યા. 1 સ્તૂપ તેમની રાખ અને એક સ્તૂપ એ ઘડા પર બન્યો હતો જેમાં અસ્થિઓ રાખવામાં આવ્યા હતા. નેપાળમાં કપિલવસ્તુના સ્તૂપમાં રાખવામાં આવેલા અસ્થિઓ વિશે એવું કહેવાય છે કે તે ગૌતમ બુદ્ધની જ છે. આ સિવાય પણ તેમના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જગ્યાઓ છે તેના વિશે જાણો-
બુદ્ધના જીવન સાથે જોડાયેલી પાંચ મહત્વપૂર્ણ જગ્યા :
લુમ્બિની- ઉત્તર પ્રદેશના કકરાહા ગામથી 14 કિ.મી. દૂર અને નેપાળ-ભારત સરહદથી થોડે દૂર બનેલ રૂમિનોદેઈ નામનું ગામ જ લુમ્બિની છે, જે ગૌતમ બુદ્ધના જન્મ સ્થાનના રૂપમાં પ્રસિદ્ધ છે.
બોધગયા- આ સ્થાન બિહારના મુખ્ય હિન્દુ પિતૃ તીર્થ ગયામાં આવેલું છે. ગયા એક જિલ્લો છે. આ જગ્યાએ બુદ્ધે એક વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું.
સારનાથ- આ જગ્યા ઉત્તર પ્રદેશના વારાણસી પાસે આવેલી છે, જ્યાં બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. અહીંથી જ તેમને ધર્મચક્ર પ્રવર્તન શરૂ કર્યું હતું.
કુશીનગર- ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં આવેલ આ જગ્યાએ મહાત્મા બુદ્ધનો મહાપરિનિર્વાણ (મોક્ષ) થયો હતો. ગોરખપુર જિલ્લાથી કુસિયા નામની જગ્યા જ પ્રાચીન કુશીનગર છે. અહીં બુદ્ધના આઠ સ્તૂપોમાંથી એક સ્તૂપ બન્યો છે, જ્યાં બુદ્ધની અસ્થિઓ રાખેલી છે.
શ્રાવસ્તીનો સ્તૂપ- બહરાઈચથી 15 કિ,મી. દૂર સહેઠ-મહેઠ નામનું ગામ જ પ્રાચીન શ્રાવસ્તી છે. બુદ્ધ લાંબા સમય સુધી શ્રાવસ્તીમાં રહ્યાં. એવું કહેવાય છે કે આ જગ્યાએ 27 વર્ષો સુધી ભગવાન બુદ્ધ રહ્યાં હતાં. અહીં ભગવાન બુદ્ધે નાસ્તિકોને યોગ્ય દિશા બતાવવા માટે અનેક ચમત્કાર કર્યાં. આ ચમત્કારોમાં પોતાના અનેક રૂપોમાં દર્શન કરાવ્યાં. અહીં બૌદ્ધ ધર્મશાળા છે તથા બૌદ્ધ મઠ અને ભગવાન બુદ્ધનું મંદિર પણ છે.