આ મંદિરમાં પ્રસાદની બદલે ઘંટડી ચડાવે છે લોકો

હિંદુ ધર્મમાં મંદિર અને મૂર્તિ પૂજાનું ખાસ મહત્વ હોય છે. ભારતને દેવી દેવતાઓની જન્મ ભૂમિ કહેવાય છે. સાથેજ તેને ચમત્કારોનો દેશ પણ કહેવાય છે. તમે ઘણી બધી એવી વાતો સાંભળી હશે કે આ શહેરમાં આવેલા આ મંદિર માં જવાથી તમારી આ પરેશાનીઓ દુર થઇ જશે. અહી ઘણા વર્ષોથી ભક્તો આવીને પોતાની સમસ્યા એક ચિઠ્ઠીમાં લખે છે. અને તેમની પરેશાનીનો જડપથી ઉપાય મળી જાય છે.

ભારતની દેવભૂમિ કહેવાતા ઉત્તરાખંડમાં અલમોડામાં એક એવું મંદિર છે જ્યાં કક્ત ચિઠ્ઠી મોકલવાથી જ બધી મનોકામના પૂર્ણ થઇ જાય છે. આમ તો શનિદેવને હિંદુ ધર્મમાં ન્યાયના દેવતા કહેવામાં આવે છે. પરંતુ આ મંદિરમાં વિરાજમાન ગોલુ દેવતાને ન્યાયના દેવના રૂપમાં પૂજવામાં આવે છે.

ચમોલીમાં ગોલુ દેવતાને કુળ દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે, ગોલુ દેવતાની ગૌર ભૈરવ ના અવતારના રૂપમાં આરાધના કરવામાં આવે છે. આ મંદિરની એ પણ માન્યતા છે કે જો કોઈ નવ વિવાહિત જોડું આ મંદિરના દર્શન માટે આવે તો તેમનો સબંધ સાત જન્મો સુધીનો બની જાય છે.

આ મંદિર સાથે જોડાયેલી એ શરણ છે કે સંકટના સમયમાં સાચા મનથી એકવાર ગોલુ દેવતાની પ્રાર્થના કરવામાં આવે તો દરેક પરેશાનીઓ દુર થઇ જાય છે. તેની સાથે સાથે આ મંદિરમાં કાનૂની મુક્દ્દામાં, ન્યાય, વ્યવસાય, માનસિક પરેશાની, નોકરી, વગેરે સાથે જોડાયેલ બાબતો પર અરજીઓ પણ લગાવામાં આવે છે, અને ન્યાય મળે અથવાતો માનતા પૂરી થાય ત્યારે ભક્તો અહી ઘંટડીઓ ચડાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer