પૂજામાં ધ્યાનમાં રાખવાની કેટલીક જરૂરી બાબતો, જાણો ક્યાં ભગવાનને શું પ્રિય છે?

આપણે જ્યારે જ્યારે ખરા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ભગવાન જરૂરથી તેનો સ્વીકાર કરે છે. આ દરમિયાન આપણાંથી કોઈને કોઈ ભૂલ થઈ જતી હોય છે. આનું માત્ર એક જ કારણ હોય છે કે આપણી પાસે પુરતી જાણકારી હોતી નથી. આના કારણે આપણે કરેલી પૂજા ફળ આપતી નથી. તો આજે આપણે ચાતુર્માસ પર કેવી રીતે પૂજા પાઠ કરવા જોઈએ જેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થશે તેની જાણકારી મેળવીશુ.

ક્યા દેવતાઓને ક્યુ પુષ્પ પ્રિય?

માં લક્ષ્‍મીજીને કમળનું ફૂલ અતિ પ્રિય છે, દેવી સરસ્વતીને સફેદ ફૂલ, માં દુર્ગાને લાલ રંગ, ભગવાન ગણપતિને દૂર્વા ભગવાન શિવને બિલિપત્ર ચડાવવા જોઈએ. શ્રી હરિને તુલસીદલ ખુબજ પ્રિય છે.

પૂજા દરમિયાન આ વસ્તુઓ ન ચડાવો

ભગવાન ગણેશજીને પૂજા કરતી વખતે તુલસીદલ ભૂલથી પણ અર્પણ ન કરો. ભગવાન વિષ્ણુને પૂજા વખતે ક્યારેય આંકડાના ફૂલ અને ધતુરો ન ચડાવો, દુર્ગા માતા અને ભગવાન સૂર્યનારાયણને ભુલથી પણ વેલાના પાન ન ચડાવો. શિવજીને ક્યારેય કંદ ન ધરાવો, સૂર્યદેવને ટગર અને દેવી શક્તિઓને આંકડાના ફૂલ ન ચડાવો. આ તમામ પાછળ પૌરાણિક કથાઓ રહેલી છે.

ફૂલ કેવાં ચડાવવા?

ભગવાનને ક્યારેય વાસી કે તૂટેલા ફૂલો ન ચડાવવા. ઉંધા ફૂલો ક્યારેય ન ચડાવવા.

શિવજીને કેવી રીતે બિલ્વપત્ર ચડાવશો?

બિલ્વપત્ર હંમેશા ત્રિદલવાળુ જ ચડાવવું દાંડલી સાથે જ શિવલિંગ પર બિલ્વપત્રને ચડાવવું. બિલ્વપત્ર ચડાવતી વખતે બિલ્વપાઠ કરવો જોઈએ.

શિવજીને ક્યારેય ભૂલથી પણ કુમકુમ ન ચડાવશો નહીંતો ગાંડીપૂજા કહેવાશે. શિવજીને ક્યારેય કુમકુમનું તિલક ન લગાવવુ. પણ તમે શિવજીને શિવરાત્રિના દિવસે કુમકુમ લગાવી શકો છો. આ જ રીતે ગણેશજીને ક્યારેય તુલસી દલ ન ચડાવી શકાય પણ ભાદરવાની શુક્લ ચતુર્થીએ શિવજીને તુલસી અર્પિત કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer