ભારતની સનાતન સંસ્કૃતિમાં મધ્યસ્થીની ફોર્મુલા ત્રેતા યુગથી ચાલી આવી છે કૌરવો અને પાંડવો ની વચ્ચે મહાભારતને ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં મધ્યસ્થ ની ભૂમિકા નિભાવી હતી. ભગવાનના બધાજ પ્રસ્તાવ કૌરવોએ અસ્વીકાર કર્યા હતા. ત્યારે અંતમાં ભગવાન કૃષ્ણ એ માત્ર પાંચ ગામનો પ્રસ્તાવ રાખ્યો જેથી પાંચેય પાંડવો પોતાનું જીવન ગુજારો કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ ને સંભવિત યુદ્ધની બધી જ જાણકારી હતી. અને તેથી જ તેને સ્વયં મધ્યસ્થ ની ભૂમિકા સ્વીકારી હતી.
ભગવાનની મધ્યાસ્થતા પછી પણ કૌરવો અને પાંડવો ની વચ્ચે યુદ્ધ થયું અને પરિણામ દરેકની સામે આવ્યું. ત્યારે કહેવાયું હતું કે આ યુદ્ધ ધર્મ અને અધર્મની વચ્ચે છે.ધર્મ એટલે સત્ય, અને સત્ય એટલે ભગવાનનો સાથ. પાંડવોની સાથે કૃષ્ણ સ્વયં છે, તેથી કૌરવોની હાર થઇ હતી. અને નુકશાન તો પાંડવો ને પણ થયું હતું. જો કે હાલમાં અત્યારે ના તો કૌરવો છે કે ના પાંડવો. અને ના તો ભગવાન કૃષ્ણ છે. પરંતુ ઈતિહાસ પુરાવો આપે છે કે ભગવાનના મધ્યસ્થ બનવા છતાં પણ મહાભારત નું યુદ્ધ થયું હતું. અને આમ જોઈએ તો ધર્મ ના આધાર પર ૧૯૪૭ માં જ ભારતનું વિભાજન થઇ ગયું છે.
મહોમ્મદ અલી જીનના એ મુસલમાનો ના અમન માટે પાકિસ્તાન માંગ્યું અને તેને મળી પણ ગયું. ત્યારે એમના મધ્યસ્થીઓ એ દેશના વિભાજન નો વિરોધ કર્યો હતો. પરંતુ મુસલમાનો માટે એક અલગ દેશ બની ગયો. અને રામ મંદિરના નિર્માણ માટે આ મુદ્દો આજે પણ એક વિવાદ બાની ચુક્યો છે.
જયારે એક વાર મહાભારત કરીને દેશનું વિભાજન કરવામાં આવ્યું હતું તો પછી હવે બીજા મહાભારત ની શું જરૂર છે? એવું નથી કે ભારતમાં રહેતા દરેક મુસલમાનો રામ મંદિરના વિરોધી છે, ઘણા એવા પણ છે જે રામ મંદિર માટે મંજુરી સાથે સહેમત છે. સરકારે એવું પણ કહ્યું છે કે બાબરી મસ્જીદ માટે તે લખનૌમાં પોતાની જમીન આપવા માટે તૈયાર છે.