શુક્લ સપ્તમી પર સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણો તેનું મહત્વ.

કમોદા ગામના શ્રી કામ્યકેશ્વર મહાદેવ મંદિર તેમજ તીર્થ પર પોષ માસની રવિવારીય શુક્લ સપ્તમી પર મેળો આયોજિત થશે, તીર્થમાં શુક્લ સપ્તમીના શુભ અવસર પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે. ગામના લોકો એ મેળાની તૈયારી આરંભ કરી દીધી છે. તીર્થમાં સાફ પાણી ભરવાની સાથે મંદિરની સાફ સફાઈ અને રંગ રોગાન પણ કરવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર રવિવારીય શુક્લ સપ્તમીના તીર્થમાં સ્નાન કરવાથી મોક્ષ તેમજ પુત્રની પ્રાપ્તિ થાય છે. મહર્ષિ પુલસ્ત્ય અને મહર્ષિ લોમહર્ષણએ વામન પુરાણમાં કામ્યક વન તીર્થની ઉત્પતિનું વર્ણન કરતા સમયે કહ્યું હતું કે આ તીર્થની ઉત્પતિ મહાભારત કાળ પહેલા થશે.   

એક વાર નૈમિષારન્યના નિવાસી ઘણી મોટી સંખ્યામાં કુરુક્ષેત્રની ભૂમિની અંદર સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે યવક વનમાં આવ્યા હતા. તે સરસ્વતી નદીમાં સ્નાનના કરી શક્યા તેમણે યજ્ઞોપવિતિક નામના તીર્થની કલ્પના કરી અને સ્નાન કર્યું તો પણ બધા લોકો તેમાં સ્નાનના કરી શક્યા ત્યારથી માં સરસ્વતી એ તેની ઈચ્છા પૂર્ણ કરવા સક્ષાત કુંડ સવરૂપમાં પ્રગટ થઇ દર્શન માટે અને પશ્ચિમ-વાહની થઇને વહેવા લાગી.

તેનાથી સ્પષ્ટ થાય છે કે કામ્યકેશ્વર તીર્થ અને મંદિરની ઉત્પતિ મહાભારત કાળ પહેલા કરી હતી. વામન પુરાણના અદ્યાય ૨ ના ૩૪મા શ્લોકના યક્વન તીર્થ પ્રસંગમાં સ્પષ્ટ લખ્યું છે કે રવિવારના દિવસે સૂર્ય ભગવાન પૂષા નામથી સાક્ષાત વિદ્યમાન રહેશે. એટલે વનવાસના સમયે પાંડવોએ આ ધારાને તપસ્યા માટે પોતાના માટે રહેવાનું સ્થાન બનાવ્યું. એક ક્રીડામાં કૌરવોથી હારિને પોતાના કુલ પુરોહિત મહર્ષિ ધોમ્યની સાથે ૧૦ હજાર બ્રાહ્મણ સાથે અહી જ રહેતા હતા તેમાં ૧૫૦૦ બ્રાહ્મણ તો ક્ષોત્રીય-નિષ્ટ હતા જે રોજ વૈદિક ધર્માનુંષ્ઠાન અને યજ્ઞ કરતા હતા. રવિવારે ગ્રામીણ સુમિન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મંદિરમાં રવિવારીય શુક્લા સપ્તમી મેળો લાગશે.

તેના અનુસાર આ પાવન ધરા પર પાંડવોને સાંત્વના અને ધર્મોપદેશ દેવા માટે મહર્ષિ વેદ વ્યાસજી, મહર્ષિ લોમહર્ષણજી, નીતીવેતા વિદુરજી, નારદજી, વૃહદશ્વરજી, સંજય તેમજ મહર્ષિ મરકંડેયજી પધાર્યા હતા. એટલુ જ નહિ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણજી પોતાની ધર્મપત્ની સત્યભામા સાથે પાંડવોને સાંત્વના આપવા પહોચ્યા હતા. પાંડવોને દુર્વાસા ઋષિના શ્રાપ થી બચાવા માટે અને ત્રીજી વાર જયદ્રથ દ્વારા દ્રોપદી હરણ પછી સાંત્વના આપવા ભગવાન શ્રી કૃષ્ણ કામ્યેશ્વર તીર્થ પર પધાર્યા હતા. પાંડવોના વંશજ સોમવતી અમાવસ્યા, ફલ્ગુ તીર્થ ના સમાન શુક્લ સપ્તમીની રાહ જોયા કરતા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer