હિંદુ ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને મહિમા ના ગુણગાન કરવામાં આવેલ છે. આમ તો માખણચોર વાંસળી વાળા કૃષ્ણ કનૈયા ની વાત કરીએ તો ખુબજ નિરાળી છે.
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો દીવાના હોય છે. તેમની ભક્તિ અને સેવા આપણને દીવાના કરી દે છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના ભક્તોની દીવાનગી અને આસ્થાને પ્રગાઢ કરવામાં કોઈ કસર નથી છોડતા. જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત નો સબંધ ખુબજ ગાઢ બની જાય છે. કેટલાક ભક્તો તેની ભક્તિમાં એ રીતે તલ્લીન થઇ જાય છે કે તે સંસારિક વસ્તુઓ થી વિભક્ત થઇ જાય છે.
તેમજ કેટલાક ભૌતિક જીવન માં રહીને તેની પૂજા અર્ચના કરે છે અને તેને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રતિમા સ્થપિત કરવાના સમયે ધ્યાનમાં રાખવાની વાતો વિશે જણાવીશું જે જાણવી ખુબજ જરૂરી છે.
જયારે પણ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તો લાકડાની વાંસળી જરૂર રાખવી. આવું કરવાથી ભગવાન ભક્તોના પ્રેમ પ્રત્યે આકર્ષિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ને ગાય અને વાછ્દાથી ખુબજ લગાવ છે. તેથી જો શક્ય હોય તો પૂજા સ્થાન પર ગાય અને વાછડાની મૂર્તિ પણ જરૂર રાખવી.
ભગવાન શ્રી કૃષ્ણ ને મોર ખુબજ પ્રિય છે, જયારે પણ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એ સમયે મોર અને મોરની નૃત્ય કરતા હતા. એવામાં તેનની પ્રતિમા ની સામે મોર પંખ રખવું પણ ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખુબજ પ્રસન્ન થઇ જાય છે. તેથી જો ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ ની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો તો આટલી વાતો ને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.