ઘણી વાર ખુબજ તડકા ના લીધે આપણું બ્લડ પ્રેશર લો થઈ જાય છે. લો બ્લડ પ્રેશર, હાયપોટેન્શન, જેમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ ધીમું હોય છે જેના કારણે માથૂ ભારે થઈ જાય, ચક્કર આવવા, નબળાઇ, અસ્પષ્ટ દ્રષ્ટિ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આ સ્થિતિમાં સૌથી પહેલાં શું કરવું જોઈએ?
એટલા માટે જ આજે અમે તમારા માટે લઈ ને આવ્યા છે થોડા ઉપાયો જેના દ્વારા તમને લો બીપી ની સમસ્યા માં રાહત મળસે. તો ચાલો જાણીએ… સૌથી પહેલા તો આપણે તેના લક્ષણ વિષે જાણીસું. જે લોકો ને લો બીપી હોય છે, તેને ચક્કર આવવા, માથું ફરવું, બેભાન થવું, શરીરમાં નબળાઈ લાગવી, કે થાક લાગવો, નજર ધૂંધળી બનવી.
શરીર ઠંડું પડવું, ચામડી નો રંગ ફિક્કો પડી જવો, જેવા લક્ષણો દેખાઈ છે. અને જો લાંબો સમય સુધી બીપી નીચું જ રહે તો તેના ગંભીર પરિણામ આવે છે. જેના કારણે ક્યારેક હાર્ટ અટેક પણ આવી શકે. લો બીપીના કિસ્સામાં સૌ પ્રથમ, મીઠું મિશ્રિત પાણીને ઘરેલું ઉપાય તરીકે પીવો કારણ કે મીઠામાં હાજર સોડિયમ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે.
પરંતુ યાદ રાખો, તેનો વધારે માત્રામાં ઉપયોગ કરશો નહીં. શરીર માટે વધારે પ્રમાણમાં મીઠું પણ યોગ્ય હોતું નથી. વધુ પ્રમાણ માં મીઠા નું સેવન કરવાથી આપણે ઘણીબધી બીમારી થઈ શકે છે.
જો અચાનક કોઈ વ્યક્તિનું બીપી ઓછું થઈ જાય તો તેને ચક્કર આવવા લાગે છે, તેના ચહેરા પર કળતર લાગે છે, હાથ-પગ ધ્રૂજતા હોય છે. તેથી સૌ પ્રથમ, તમારે ઇલેક્ટ્રોલ પાવડર અથવા ખાંડનું મીઠું પાણી પીવું જોઈએ. આવું કરવાથી તે વ્યક્તિ નું બીપી નોર્મલ થઈ જસે. એક કપ કોફી, હોટ ચોકલેટ અથવા કેફીન મિશ્રિત વસ્તુઓ ખાવાથી અથવા પીવાથી લો બીપીને તરત જ નિયંત્રિત કરી શકાય છે.
જો તમારે લો બીપીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, તો રોજ એક કપ કોફી પીવો અથવા સવારે ઉઠતાની સાથે જ તેને નાસ્તામાં લેવો, પરંતુ કોફી પીવાની ટેવ ના પાડતા કારણ કે શરીર માટે વધારે કેફીન સારું હોતું નથી.