આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિની સરખામણીએ આગળ નીકળવા અને સારી કામગીરી કરવા ભાગતો રહે છે અને તેના લીધે માથામાં દુખાવો થવો સામાન્ય બની જાય છે. માથાના દુખાવાનું મુખ્ય કારણ છે તણાવ. આ સમસ્યા નાના બાળકથી લઇને મોટી ઉંમરની વ્યક્તિઓ ને પણ પરેશાન કરી મૂકી છે.
માથાનો દુખાવો આધાસીસી કે માઇગ્રેન જેવી ગંભીર બિમારી નું સ્વરૂપ ધારણ કરી લે તો સમસ્યા વકરી શકે છે. માઇગ્રેન માં માથાના અડધા ભાગમાં દુખાવો રહે છે જે અત્યંત તીવ્ર અને અસહનીય હોય છે. કેટલીક વખત ઉંઘ પૂરી ન થવાના કારણે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં લવિંગ, ઇલાયચી અને આદું વાળી ચા પીવી જોઇએ. તેનાથી માથાનો દુખાવો તરત જ મટી જશે.
તણાવ ઓછું કરવા અને માઇન્ડ ફ્રેશ કરવા આદું વાળી ચા પીવી એક સરળ ઉપાય છે.પેટમાં ગેસ કે બળતરના કારણે પણ માથું દુખે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને પી જવું. તેનાથી પેટ અને માથાનો દુખાવો બંનેમાં રાહત મળશે. માથાનો દુખાવો થવા પર સૌથી પહેલાં ચા યાદ આવે છે, પણ ચાની જગ્યાએ જો ગ્રીન ટી પીવામાં આવે તો તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. જેથી હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો. જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.
આ ટેકનિકથી તમે ફક્ત ગણતરીની મિનિટમાં માથાનો દુઃખાવો દૂર કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવેથી મસાજ કરવાનું છે. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં થોડા પ્રેશર સાથે મસાજ કરો. આ રીતે તમે એક મિનિટમાં તમારા માથાના દુઃખાવાથી છૂટકારો મેળવશો.
ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી કુલિંગનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.