રામાયણની કથા દરેક લોકો જાણે છે. આ ગ્રંથમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાન સહીત લંકાપતિ રાવણનો વિશેષ રૂપથી ઉલ્લેખ જોવા મળે છે. રામાયણના કેન્દ્ર બિંદુ શ્રી રામ અને રાવણ છે.
લંકાપતિ રાવણ પોતાની શક્તિઓના બળ પર ઘણા દેવતાઓને બંદી બનાવી લીધા હતા. રાવણના દસ માથા હતા, તેથી તેનું નામ દશાનન પણ છે. આજે આપને રાવણના જન્મ સાથે જોડાયેલ રોચક પ્રસંગોનું વર્ણન કરીશું જેણે ઘણા ઓછા લોકો જાણતા હશે.
શ્રી રામની તુલનામાં રાવણ ખલનાયક જરૂર હતો પરંતુ તેનામાં ઘણા બધા વિદ્યમાન ગુણ પણ હતા. રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, મહાપરાક્રમી, અત્યંત બળશાળી, અને અનેક શાસ્ત્રોનો પ્રકાંડ જ્ઞાતા હતો. રાવણના શાશન દરમિયાન લંકા નગરીનો વૈભવ ઉપર હતો.
વાલ્મીકી રામાયણ અનુસાર, મહર્ષિ પુલત્સ્યના પુત્ર ઋષિ વિશ્ર્વાનો પુત્ર હતો રાવણ. ઋષિ વિશ્ર્વા ણી પત્ની કૈકસી એ અશુભ સમયમાં ગર્ભ ધારણ કર્યું હતું. અને તેના ગર્ભ માંથી રાવણ નો જન્મ થયો હતો. એક વાર કૈકસીએ ઋષિ વિશ્ર્વાની ખુબજ સેવા કરી.
તેનાથી પ્રસન્ન થઈને તેણે કૈકસીને વરદાન માંગવા કહ્યું. ત્યારે કૈકસીએ કહ્યું કે મને એવા પુત્રનું વરદાન આપો જે દેવતાઓ થી પણ વધુ શક્તિ શાળી હોય અને તેમને યુધ્ધમાં પરાજિત કરી શકે. વરદાન મુજબ કૈકસીએ થોડા સમય પછી એક પુત્રને જન્મ આપ્યો.
આ બાળકના દસ માથા અને વીસ હાથ હતા. આ બાળક ખુબજ તેજસ્વી અને ખુબજ સુંદર હતું. જયારે કૈકસીએ પોતાના પતિને પૂછ્યું આ બાળકને આટલા બઘા હાથ અને માથા કેમ છે, ત્યારે ઋષિએ કહ્યું તમે અદભુત બાળક માંગ્યું હતું.
આ બાળક જેવું પૃથ્વી પર બીજું કોઈ બાળક નહિ હોય. જન્મના ૧૧ માં દિવસે બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને તેનું નામ રાવણ રાખવામાં આવ્યું. રાવણ તેના પિતા વિશ્ર્વાના આશ્રમમાં જ મોટો થયો હતો. રાવણ ઘણી બધી કલાઓ માં નિપૂર્ણ હતો.