આ મંદિરમાં થાય છે મંગળ દોષોનું નિવારણ, જેની કુંડળીમાં મંગળ ભારે હોય તેઓ શાંતિ માટે કરાવે છે પૂજા….

ઉજ્જૈનને પુરાણોમાં મંગળની માતા કહેવામાં આવે છે, એવા વ્યક્તિ જેની કુંડળીમાં મંગળ ભારે રહેતો હોય, તેઓ પોતાના અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે મંગળનાથ મંદિર માં પૂજા પાઠ કરવા માટે આવે છે. મંગળદોષ એક એવી સ્થિતિ છે,  જે દરેક જાતકની કુંડળી માં બની જાય તો તેને ખુબજ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે,

મંગલ દોષ કુંડળીના કોઈ પણ ઘરમાં સ્થિત અશુભ મંગલ દ્વારા બનાવામાં આવતા દોષને કહેવામાં આવે છે, જે કુંડળીમાં પોતાની સ્થિતિ અને બળ દ્વારા જાતકના જીવનમાં જુદા જુદા ક્ષેત્રમાં સમસ્યા ઉત્પન્ન કરે છે. મંગલ દોષ પૂરી રીતે ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે,

વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ જાતક ના જન્મ ચક્ર પહેલા, ચોથા, સાતમાં, આઠમાં, અને બારમાં ઘરમાં મંગલ હોય તો એવી સ્થિતિ માં જન્મેલા જાતક માંગલિક કહેવાય છે, આ સ્થિતિ વિવાહ માટે અત્યંત અશુભ માનવામાં આવે છે.

સબંધોમાં તણાવ, ઘરમાં કોઈ અનહોની અથવા અપ્રિય ઘટના બને છે. કાર્યમાં કારણ વિના બાધા અને અસુવિધા તેમજ કોઈ પણ પ્રકારની ક્ષતિ અને દંપતી ની અસામયિક મૃત્યુનું કારણ માંગલિક દોષ ને માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક માંગલીકે બીજા માંગલીક જોડે જ લગ્ન કરવા જોઈએ. જો વર અને વધુ બંને માંગલીક હોય તો એકબીજાના યોગ થી મંગલ દોષ સમાપ્ત થઇ જાય છે. મૂળ રૂપે મંગળની પ્રકૃતિ અનુસાર એવા ગ્રહ યોગ બને છે જે હાનીકારક પ્રભાવ દેખાડે છે.

પરંતુ વૈદિક પૂજા પ્રક્રિયા દ્વારા તેની ભીષણતા નિયંત્રિત કરી શકાય છે. મંગલ ગ્રહની પૂજા દ્વારા મંગલ દેવ ને પ્રસન્ન કરી શકાય છે, એવા વ્યક્તિ જેની કુંડળીમાં મંગલ ભારે હોય, તેઓ પોતાની અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે મંગળનાથ મંદિરમાં પૂજા પાઠ કરવા આવે છે,

કારણ કે પુરાણો માં ઉજ્જૈન નગરીને મંગળની જનની કહેવામાં આવે છે. આખા દેશમાંથી લોકો અહી આવીને મંગલ દેવની પૂજા આરાધના કરે છે, જેની કુંડળીમાં મંગલ ભારે હોય છે તેઓ મંગલ શાંતિ હેતુ અહી ભાત પૂજા કરાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer