મામા શકુની ના અદભુત પાસાનું રહસ્ય, જેનાથી બાજી જીતીને પણ મહાભારાત હારી ગયા હતા કૌરવો

મહાભારતની કથા માં શકુનિ ને યુદ્ધ માટે જવાબદાર પાત્રો માથી એક માનવામાં આવે છે. મહાભારત પ્રમાને શકુનિ ગાંધાર સામ્રાજ્યનો રાજા હતો. જેનુ મોટાભાગનું જીવન પોતાની બહેનની સાસરી મા જ વિત્યુ હતુ. શકુનિ હસ્તિનાપુર ના મહારાજ ધૃતરાષ્ટ્ર નો સાળો અને કૌરવો ના મામા હતા.

કથાઓ અનુસાર કહેવામાં આવે છે કે શકુનિ ક્યારેય જુગાર માં હાર્યો નહોતો. શકુનિએ જ દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે નફરત ફેલાવીને જુગારનો એવો ખેલ રમ્યો કે પાંડવો તેમા પોતાનુ રાજપાટ સહિત બધુ હારી ગયા. જુગારના આ ખેલ બાદ જ કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયુ, જેમા કુરૂ વંશ નો વિનાશ થઈ ગયો.

કહેવામા આવે છે કે શકુનિ સારી રીતે જાણતો હતો કે આ યુદ્ધમાંં કૌરવૉ ની ભુંડી હાર થશે. નવાઇની વાત એ છે કે શકુનિ ને બધુ ખબર હોવા છતા પણ તેણે આવુ કેમ કર્યુ. એક કથા પ્રમાને શકુની પોતાની બહેન ગાંધારીના લગ્ન આંધળા ધૃતરાષ્ટ્ર સાથે નહોતા થવા દેવા માગતો. પણ ભિષ્મના દબાણ ના કારણે તે લગ્ન ના રોકી શક્યો.

તેનો બદલો લેવા માટે શકુનિએ આ ષડયંત્ર રચ્યુ, જેમા પાસાઓની મદદ થી તેણે યુદ્ધનુ કુચક્ર રચ્યું તે વાત પણ આશ્ર્વર્યજનક છે. કહેવાય છે કે ધૃતરાષ્ટ્ર એ ગાંધાર પર આક્રમણ કરીને બધાને બંદિ બનાવી લિધા હતા. બંદિગૃહમાં બધાને ખુબ જ ઓછુ ભોજન આપવામાં આવતુ હતુ, જેથી તે લોકો તડપી તડપીને મરી જાય. તેવામા શકુનિ ના પિતાએ કહ્યુ કે આપણામાંથી કોઇ એક ચતુર અને ચાલાક વ્યક્તિએ જીવીત રહીને આનો બદલો લેવો જોઇએ.

એટ્લે બધાએ પોતાના ભાગનુ ભોજન રોજ શકુનિ ને આપ્યુ. પણ શકુનિ એ વચન ભુલી ના જાય એટ્લા માટે તેનો એક પગ ભાંગી નાખ્યો. જેથી તેને આ ઘટના યાદ રહે. શકુનિના પિતાએ બંદિગૃહમાં મરતા પહેલા શકુનિ ની ચોપાટ રમત પ્રત્યે નો રસ જોઇને કહ્યુ કે તુ મારી આંગળીઓના પાસા બનાવી લેજે. પિતાની આંગળીઓથી બનેલા પાસા થી ચોપાટ રમવા ને કારણે જ શકુનિ દરેક વખતે પાંડવો ને હરાવવા માં સફળ રહ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer