આજે અમે તમને એ જગ્યાએ લઈને જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન રામજી ને જવા નો સાક્ષ્ય આજે પણ મૌજુદ છે. એમ પણ ભગવાન રામ નું નામ લેવા પર અયોધ્યા યાદ આવે છે કારણ કે રામ નું જન્મસ્થળ છે,
ભગવાન રામ નો સંબંધ અહિયાંથી શરુ થાય છે. પરંતુ આજે અમે એક એવા સ્થાન વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં નો સંબંધ ભગવાન રામ થી છે. આ સ્થાન માં આજે પણ શ્રી રામ ના પદ્મચિહ્ન મૌજુદ છે.
ધાર્મિક માન્યતા ના આધાર પર ઝારખંડ ના બોકારો અને હજારીબાગ માં ભગવાન રામ એમના વનવાસ કાળ માં આવ્યા હતા. ધનબાદ થી લગભગ ૧૦ કિમી દુર પૂર્વ દિશા માં સ્થિત કુમ્હરી પંચાયત માં દામોદર નદી પર બારની ઘાટ છે.
ત્યાંથી વનવાસ દરમિયાન ભગવાન રામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ ની સાથે નીકળ્યા હતા. વનવાસ ના ૧૨ માંવર્ષ માં ચૈત્ર મહિનાની ૧૨ મી તિથી હતી, અહિયાં પર રાતે વિશ્રામ કર્યા પછી સવારે બારની ઘાટ માં સ્નાન કર્યું હતું.
આને પકાહા દહ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન પર આજે પણ પૌરાણિક પત્થર અને એની ચરણ પાદુકા મૌજુદ છે. એની સાથે જ આ માનવામાં આવે છે કે જયારે માતા સીતા એ સ્વર્ણ હરણ ને મેળવવાની જિદ્દ કરી
ત્યારે એની શોધ માં ભગવાન રામ કસમાર પ્રખંડ ના ડુમરકુદર ગામ આવ્યા હતા. અહિયાં ના પહાડ પર જે જગ્યા એ તીર ચલાવ્યા હતા, ત્યાંથી દુધ ની ધારા નીકળી હતી, પરંતુ એક ગોવાળિયા ની શરારત ને કારણે આ દૂધ ની ધારા પાણી માં બદલી ગઈ.
અહિયાં પર બે જગ્યાઓ પર એના પદ્મચિન્હ છે. તેથી અહિયાં હજુ રામનો વાસ ગણવામાં આવે છે. ઝારખંડ માં રામનવમી નું આયોજન વિશેષ હોય છે. બધા દેશ માં જયારે રામ નવમી નો ઉલ્લાસ ઓછો થાય છે
ત્યારે હજારી બાગ માં રામ નવમી નું આયોજન ખુબ ધામ ધૂમથી થાય છે. ચૈત્ર મહિના ની શુક્લ પક્ષ ની દશમ થી આરંભ ઝાંકીઓ નો ક્રમ ત્રયોદશી ની સાંજ સુધી ચાલુ રહે છે.