રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વનિતાબહેનને નેશનલ ટીચર એવોર્ડ, Dગ્રેડ સ્કૂલને બનાવી Aગ્રેડ, મોટી જોબ ઠુકરાવીને લાગી ગયા બાળકોના સર્વાંગી વિકાસના કામમાં…

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2021 સમારોહ 5 સપ્ટેમ્બર, 2021 ના રોજ યોજાશે. શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 44 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. પસંદ કરાયેલા શિક્ષકોમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આસામ, આંધ્રપ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, ઓડિશા, ગુજરાત, બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બે -બે શિક્ષકો છે. આ વર્ષે એવોર્ડ મેળવનારાઓમાં નવ મહિલાઓ છે.

શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના યોગદાનની ઉજવણી કરવાનો અને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો આપે છે જેમણે તેમની પ્રતિબદ્ધતા દ્વારા શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.

શિક્ષકોને 1 જૂનથી 10 જુલાઇ વચ્ચે પોતાને નામાંકિત કરવાનું કહેવામાં આવ્યું હતું અને જ્યુરીએ 10 ઓગસ્ટે એવોર્ડ મેળવનારાઓની પસંદગી કરી હતી. શિક્ષકોની પસંદગી રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ/કેન્દ્રીય પુરસ્કાર સમિતિ દ્વારા કરવામાં આવે છે.

આચાર્યા વનિતાબેન રાઠોડનો જન્મ 10 ઓક્ટોબર 1979ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો અને તેમના પિતા બેંકમાં જોબ કરતા હતા. વનિતાબહેન પહેલે થી જ ભણવામાં હોશિયાર હતાં અને તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. જોકે ધોરણ 10 પછી અમુક આર્થિક મુશ્કેલી ઓને પગલે તેઓ ડોક્ટર બની શક્યાં નહીં.

ધોરણ 10 પછી કોમર્સ તથા બાદમાં BBA, M.COM અને B.ED સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યાં હતાં ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા અને મને પણ ચોરી કરી પાસ થવા કર કહ્યું હતું. જોકે મેં સામે ચોરી કરવા મનાઈ કરી ને જાત મહેનતે પાસ થયા હતા.

જ્યારે વનિતા બહેન ધોરણ બાર માં હતા ત્યારે તેમણે એક નિબંધ લખ્યો હતો જેનું શીર્ષક હતું કે દેશને સાચા શિક્ષણ ની નહિ પણ સારા શિક્ષકની જરૂર છે, આ વાચી ને તમને તેમના ટીચરે કીધું હતું કે તો તમને બનજો સારા શિક્ષક જેને ચેલેન્જ સ્વરૂપે લઈ ને તેઓ ટીચર બન્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer