કુદરત ક્યારે શું કરે એ માનવી ક્યારેય જાણી શકતો નથી.ઘણીવાર આપણી સામે દુનિયામાં એવી પરિસ્થિતિ કે એવા બનાવ આવતા હોય છે કે આપણ ને જોઈને જ ભગવાન હોવાનો પરચો મળે છે.
આવોજ લેખ લઈને આવ્યા છીએ જે જાણીને તમે ખરેખર નવાઈમાં પડી જશો. આ વાત છે એક બે વર્ષના ” હનુમાન” નામના બાળકની જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ઇલ્હાબાદ ના કોઢિયાર. જિલ્લાના એટીયામાં એક ગામ છે ત્યાં રામ સુંદર પોતાના નાનકડા પરિવાર સાથે રહે છે.
આ પરિવાર સોશિયલ મીડિયા માં હાલમાં બહુ જ ચર્ચામાં છે. આનું કારણ છે તેમનો નાનકડો બે વર્ષનો દીકરો હનુમાન. આ નાનકડું બાળક આજે બહુ જ ચર્ચામાં છે અને તેનું પાછળનું મુખ્ય કારણ છે તેની પૂંછડી.આ બાળકના શરીર પર એક નાનકડી પૂંછડી આવેલ છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ આ પૂંછડી બાળક જન્મના સમયથી તેની સાથે જ છે.આ બાળક જેમ જેમ મોટો થઈ રહ્યો છે તેમ તેમ પૂછ નો પણ વિકાસ થઈ રહ્યો છે. આમ તેની સાથે રહેલ પૂંછડી પણ મોટી થઈ રહી છે.
હવે આ બાળક ની પૂંછડી એટલી લાંબી થઈ ગઈ છે કે એ પૂછડી હવે તેની ચડ્ડી માં સમાતી નથી અને બહાર નીકળે છે. દરેક લોકો આ બાળકને બાળ હનુમાન નું રૂપ માને છે અને પૂજા કરે છે.
આ કારણે જ એનું ઘણા લોકોએ તેનું નામ બજરંગ બલી રાખી દેવામાં આવ્યું છે. આ બાળકને લોકો બાળ હનુમાન માનીને તેમના દર્શન કરવા માટે આવે છે.આ નાનકડું બાળક બધા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.