ભાજપના MLA પર મહિલાઓએ ઠાલવ્યો રોષ, અઠવાડિયા પછી પૂરગ્રસ્તોની મુલાકાતે આવતા ધારાસભ્ય પર આક્રોશ ઉતારતા કહ્યું- ૧૦ દિવસથી લાઈટ નથી, પહેલા ખાતરી આપો…..

ગત અઠવાડિયામાં આવેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી માં ભારે નુકસાન થયું હતું. લોકોને જાનમાલની નુકશાની થઇ હતી. તેમજ પૂરના પાણીના કારણે પશુઓને ઘાસચારો પણ ભીનો થઇ ગયો હતો. લોકોને પીવાના પાણીની પણ સમસ્યા હતી

અને અંદાજે સાત થી આઠ દિવસ સુધી ગામમાં ગ્રામ જ્યોતિ હોવા છતાં પણ લાઈટ આવી ન હતી. આવી જ સ્થિતિ કોટડાસાંગાણી ના લોધીકા ગામમાં થઈ હતી. જ્યારે લાખાભાઈ સાગઠીયા ગુજરાતના નવા સીએમ ઉપેન્દ્ર પટેલ પાસે આંટાફેરા કરી રહ્યા હતા

ત્યારે તેમના મત વિસ્તારના લોકો પૂરને કારણે બેહાલ હતા. ધારાસભ્યોને એક પણ વખત વિચાર ન આવ્યો કે જે લોકોને કારણે તેઓ અત્યારે ધારાસભ્ય બન્યા છે અને પોતે એશો આરામની જીંદગી પસાર કરી રહ્યા છે

તો પુરની સ્થિતીમાં તે લોકો કેવી રીતે પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા હશે. લોકોના કાંઈ પણ ખબર અંતર પૂછ્યા વગર કે કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર ધારાસભ્ય પોતે ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલોમાં મજા માણતા હતા.

જ્યારે તેઓ પોતાના મતવિસ્તારના ગામડાઓની મુલાકાત લેવા આવ્યા ત્યારે ગ્રામ્યજનો ખુબ રોષે ભરાયા હતા. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરીને ધારાસભ્યોને આડે હાથે લીધા હતા. ધારાસભ્યો અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારો એક પણ શબ્દ બોલી શક્યા ન હતા. લોકોના પ્રશ્નોનો જવાબ દેવામાં સક્ષમ ન હતા તે ચોક્કસપણે વિડીયો પરથી જણાઇ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ખાસ કરીને સ્ત્રીઓ પોતાને ઉગ્ર રજૂઆત કરી રહી છે અને ધારાસભ્યોને જણાવી રહી છે કે દસ દિવસથી વીજ થાંભલાઓ પડી ગયા હોવાથી લાઈટ નથી, ઢોરને પીવડાવવા માટે ચોખું પાણી પણ નથી . વાડી વિસ્તારના રસ્તાઓ અને ગામના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે.

તો ટૂંક સમયમાં જ ધારાસભ્ય એ આ બધું જ તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી દેવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારબાદ લોકોનો ગુસ્સો ઠંડો પડયો હતો. મહિલાઓએ ધારાસભ્યને એવો આડેહાથે લીધો કે એક શબ્દ પણ ન બોલવા દીધો.. કહ્યું ગાંધીનગર કેમ રખડતા હતા..

Leave a reply:

Your email address will not be published.

Site Footer