અમદાવાદમાં અનૈતિક સંબંધોની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં રોજે રોજ આડા સંબંધોને લીધે થતા છુટા છેડાની ઘટનાઓ વધતિ જઈ રહી છે. આવો જ એક બનાવ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ ઘટનામાં પતિ જ્યારે ન્હાવા માટે ગયો તો બહાર પડેલા મોબાઈલમાં પત્નીએ તેને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોઈ લીધા હતાં.
ત્યારે બાદ સમગ્ર બાબત પત્નીએ સાસરિયાઓને કહી દેતા પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને ટ્રીપલ તલાક આપી દીધા હતાં. પત્નીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી સલમાના લગ્ન ઈમરાન સાથે થયાં હતાં.
લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. પરંતુ ઘણીવાર પારિવારિક ઝગડો થતાં તેઓ અલગ રહેવા લાગ્યા હતાં. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. ઈમરાન સલમા સાથે સતત ઝગડો કર્યા કરતો હતો અને કહેતો કે મારે તારી સાથે રહેવુંનથી. પતિના આવા વર્તનથી સલમાને શંકા ગઈ હતી.
એક દિવસ ઈમરાન પોતાનો મોબાઈલ ફોન બહાર મુકીને બાથરૂમમાં ન્હાવા ગયો ત્યારે સલમાએ તેના મોબાઈલમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોય લીધા હતાં. વીડિયો જોઈને સલમા ચોંકી ઉઠી. કારણ કે આ વીડિયોમાં કેટલાક અશ્લિલ વીડિયો પણ સામેલ હતાં. પોર્ન કહી શકાય તેવા વીડિયો જોઈને સલમાને આઘાત લાગ્યો . તેણે આ મુદ્દે સાસરિયાઓને જણાવ્યું હતું.
પરંતુ ઈમરાને તેને ઘરમાં આ વાત કેમ કરી એનો ગુસ્સો કરીને સલમાને ત્રણ તલાક આપી દીધા હતાં. સાસરિયાઓએ ઈમરાનને આ બાબતે સમજાવવાને બદલે તેનો જ પક્ષ લીધો હતો. ત્યારે ઈમરાને સલમાને કહ્યું હતું કે મારે તારી હારે નથી રહેવુ .
બાદમાં તેણે ત્રણ વાર તલાક બોલીને સલમાને છુટા છેડા પણ આપી દીધા હતાં. આ ઘટનામાં સલમાએ ઈમરાનને સબક શીખવાડવા માટે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે સલમાની ફરિયાદને આધારે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.