નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લો આ તંદુરસ્ત ખોરાક, ઉપવાસના નિયમો તોડયા વગર રહેશો હેલ્ધી…

દેશમાં તહેવારોની મોસમ ચાલુ થઈ ગઈ છે. ધર્મ આસ્થા ધરાવતા લોકો આ તહેવારની સિઝન માટે આખું વર્ષ રાહ જોતા હોય છે. ગણતરીના દિવસોમાં નવરાત્રિનું આગમન થવાનું છે. પછી દિવાળી, છઠ જેવા ઘણા ઉપવાસના તહેવારો છે, જેમાં ભક્તો ઉપવાસ રાખે છે. ઉપવાસના ઘણા ફાયદાઓ છે. ઉપવાસ કરવાથી મન સંતુલિત રહે છે અને શિસ્ત પોતે આવે છે. ઉપવાસ રાખવા માટે કડક નિયમોનું પાલન કરવાનું હોય છે.

ઉપવાસ કરવાની ઘણી બધી રીતો છે. કેટલાક લોકો નવરાત્રિમાં નવ દિવસ સુધી કંઈપણ ખાધા વગર ઉપવાસ કરતાં હોય છે, જ્યારે કેટલાક લોકો માત્ર પાણી કે જ્યુસ પીને પણ ઉપવાસ કરે છે. જ્યારે મોટાભાગના લોકો ફળ-શાકાહારી છે એટલે કે માત્ર ફળો અને પાણી પર જ નવરાત્રી ગુજારે છે, પરંતુ ફળો, દૂધ કે પાણીના સંતુલનના અભાવે આવા લોકોને ઘણી તકલીફ પડે છે, જેથી તેઓ ભૂખમરાથી પીડાય છે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોસ્મિક ન્યુટ્રાકોસના નિર્દેશક ડોલી કુમાર કહે છે કે ઉપવાસ દરમિયાન ખોરાકનું એક ધોરણ નક્કી કરવું જોઈએ, જેથી વ્યક્તિને પોષક તત્વોનો અભાવ ન રહે અને નિયમોનું પણ યોગ્ય રીતે પાલન થાય.

કેળા-અખરોટ શેક: કેળા અને અખરોટનો શેક ઉપવાસ દરમિયાન સારો વિકલ્પ બની શકે છે. આ માટે બ્લેન્ડરમાં કેળા, છાશ, અખરોટ અને મધ એકસાથે નાખીને તેને થોડા સમય માટે બ્લેન્ડ કરો. તમે તમારા સ્વાદ અનુસાર મધ ઉમેરી શકો છો. પછી તેને શેકની જેમ સર્વ કરો.

મધ અને નાળિયેર: આ બનાવવા માટે તમારે પીનટ બટર, મધ, નાળિયેરનો લોટ અને નાળિયેરની જરૂર પડશે. સૌ પ્રથમ મધ અને પીનટ બટરને સારી રીતે મિક્સ કરી લો. આ પછી તેમાં નાળિયેરનો લોટ ઉમેરો. પછી તમારા સ્વાદ અનુસાર બોલ બનાવો. હવે તેના પર નાળિયેરની ભૂકી નાખો. હવે તેને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો. તેને ફ્રિજમાંથી કાઢ્યા બાદ સર્વ કરી લો.

ઓટ ખીર: ઓટ ખીર બનાવવા માટે તમારે ઓટ્સ, ઘી, દૂધ અને ડ્રાય ફ્રુટ્સની પણ જરૂર પડશે.  બેસ્ટ ફ્લેવર મેળવવા માટે પહેલા પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો . હવે તેમાં ઓટ્સને થોડા સમય માટે તળી લો. તે પછી તેમાં દૂધ ઉમેરો. ઓટ્સ નરમ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. તેમાં ડ્રાય ફ્રુટ્સ ઉમેરો અને તેને બરાબર હલાવતા રહો. તમે ઓટ્સ ખીર ઠંડી કરી ખાય શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer