શિવાંશ કેસ બાબતે રેન્જ IG અભયસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કેટલાક મોટા ઘટસ્ફોટ કર્યા છે.
રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું છે કે, શિવાંશના પિતા સચિનની ધરપકડ કરી લેવાય છે. પિતા સચિનની માનસિક સ્થિતિ સારી નહોતી. સચિન મહેંદી ઉર્ફે હિના પેથાણી સાથે ઘણા સમયથી પ્રેમમાં હતો. 2019માં બંનેએ સાથે રહેવા ચાલુ કર્યું . સચિને બરોડામાં નોકરી લઈ લીધી હતી. તેઓ દર્શન ઓવરસીઝ ફ્લેટ ભાડે રાખીને રહેતા.
સચિન 5 દિવસ વડોદરા રહેતો હતો અને શનિ રવિ ગાંધીનગર આવતો રહેતો હતો. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા માટે ફોર્સ કર્યો હતો. સચિને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું. સચિને ગળુ દબાવીને મહેંદીની હત્યા કરી નાખી હતી. અને મૃતદેહ પેક કરીને રસોડામાં મુકી દીધો હતો. હાલ, સચિનની બાળકને તરછોડવાના ગુનામાં અંદર છે. હવે વડોદરામાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ અગાઉ સચિનનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, બન્નેએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં એક ફ્લેટ ભાડે રાખ્યો. દિકરા શિવાંશ સાથે ત્રણેય ત્યાજ રહેતા હતા. શનિ-રવિ મૂળ પત્ની, માતા-પિતા સાથે રહેવા આવતો હતો. જોકે મૂળ પરિવારે 2 દિવસ પહેલા વતન જવાનુ કહ્યું હતું. આને લીધે સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો.
સચિને પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવાની વાત કરી ત્યારે છોકરીએ કહ્યું કાંતો પરિવારને રાખ કાં તો મને રાખ. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો અને આને લઇને બન્ને વચ્ચે ઝગડો થયો હતો. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં સચિને મહેંદી ની ગળુ દબાવીને હત્યા કરી હતી. આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈ હતી. હત્યાનો પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું નથી.