તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર પુષ્ટિ સંસ્કાર ધામ ના પ્રણેતા અને વૈષ્ણવ ધર્મના સંત શ્રી સ્વામી કિશોરચંદ્રજી નું મૃત્યુ થયું છે. તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ સમાચાર સાંભળતા તમામ ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તેમણે વૈષ્ણવ ધર્મના આહવાહન કરીને હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. આ ઉપરાંત એમણે શરુ કરેલી ગૌશાળાઓમાં હજારો માંદી અને ભૂખી ગાયોનું જતન કરવામાં આવતું હતું.
તેમની આ સેવા એ ગૌવંશને બચાવવા માં ઘણું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે લોકોને કલ્યાણ , સત્ય , દયા અને સરળતા જેવા વિવિધ ગુણોનું તેમના જીવનમાં આચરણ કરવા માટેની સલાહ આપી હતી.
તેમણે 190 થી પણ વધારે ગામ અને શહેરોમાં અંદાજે ૩૦૦ થી પણ વધારે પુષ્ટિ સંસ્કાર શાળાઓ શરૂ કરીને અનેક બાળકોને જિંદગીની સાચી રાહ ચીંધી હતી. આ ઉપરાંત તેમણે પુસ્તકો સામાયિકો અને ઉત્સવોથી લોકોને પ્રભાવિત કર્યા હતા.
તેમણે વૈષ્ણવ અને જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગ નું પાલન કરવા માટે કહ્યું હતું. તો મળતી માહિતી અનુસાર ચાર વાગ્યે મોટી હવેલી ખાતે તેમની અંતિમયાત્રા રાખવામાં આવી છે.