વડોદરા સહિત રાજ્ય ભરમાં પાવર કટને કારણે લોકોને પરેશાની થઈ રહી છે. ત્યારે વડોદરામાં MGVCLના એમડીએ પ્રેસ કોન્ફરન્સ કરી પાવર કટની વાતો અફવા હોવાનું કહ્યું હતું , સાથે જ વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની કોઈ પણ સ્થિતિ ન હોવાની વાત કરી હતી.
તેમજ લોકોને વીજ કટની અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ પણ કરી. ભારત ભરમાં વીજળીની કટોકટીની સ્થિતિ હોવાની ખબરો વચ્ચે આજે મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારી એમ.ડી તુષાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજી મીડિયાને આ અંગે માહિતી આપી,
જેમાં MGVCLના વિસ્તારોમાં કોઇ પણ વીજ કટોકટી નથી તેમ જણાવી, એવી કોઈ શક્યતા પણ નથી તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ લોકોને આવી અફવા પર ધ્યાન ન આપવા માટે વિનંતી કરી હતી. સાથે જ આવતા અઠવાડિયામાં સ્થિતિ કાબૂમાં આવશે તેમ પણ કહ્યું હતું.
તેમણે વધુ માં ઉમેર્યું હતુ કે ખેડૂતોને ખેતીમાં દિવસમાં 30-30 મિનિટ વીજકાપ કરવામાં આવી રહ્યો છે જે સ્થતિ પણ અઠવાડિયામાં પણ વધુ સુધાર આવશે. સાથે જ કહ્યું મે જીસેક પ્લાન્ટ કાર્યરત કરવા તાત્કાલિક ધોરણે કામગીરી કરાઈ રહી છે.
જે પ્લાન્ટ શરૂ થતાં જ તમામ સમસ્યાઓ હલ થઈ જશે. હાલમાં જીસેકના 6 જેટલા પ્લાન્ટ કાર્યરત છે, બે થી ત્રણ દિવસમાં વધુ 4 પ્લાન્ટ કાર્યરત થશે. MGVCL ના વિસ્તારોમાં હાલમાં રોજ અંદાજે 1600 મેગાવોટ વીજળીની જરૂરિયાત છે, જે પૂરું પાડવામાં આવશે.