ગુજરાત પોલીસમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ વિભાગ તરફથી અગત્યના સમાચાર, IPS બ્રિજેશ ઝા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન….

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને વિરોધ કરી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની સતત ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની કોન્ફરન્સ યોજવામાં આવી છે.

IPS બ્રિજેશ ઝા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે.જેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં ગ્રેડ પેની સિસ્ટમ જ નથી. હાલ 7માં પગાર પંચ અનુસાર પગાર ચુકવવામાં આવી રહ્યો છે. તેથી પોલીસ કર્મચારીઓ અને જનતા ગેરમાર્ગે દોરાય રહ્યા છે.

આ ઉપરાંત જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે કે, અન્ય રાજ્યોમાં વધારે ગ્રેડ પે અપાય છે અને અહીં નથી અપાતા તે અંગે તપાસ ચાલુ છે. આ માટે અમે તમામ રાજ્યો પાસે પોલીસને ચુકવવામાં આવતા પગાર અંગેની વિગતો મંગાવી લીધી છે. અધિકારીક રીતે તેમની પાસેથી જ્યારે આંકડો આવે ત્યાર બાદ અમે આગળનો નિર્ણય લેવા વિચાર કરીશું.

જો કે પોલીસ ખાતુ તે શિસ્ત અને નિયમિતતા સાથે સંકળાયેલું ખાતુ છે. જો તેમને કોઇ તકલીફ હોય તો દરેક જિલ્લામાં પોલીસ ફરિયાદ ફોરમ હોય અને તદુપરાંત રજુઆત માટેની એક આખી સિસ્ટમ છે તે અનુસાર તેઓ રજુઆત કરી શકે. આ પ્રકારનું આંદોલન અને હોબાળો જરાઇ ચલાવી લેવામાં નહી આવે. આવા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહમંત્રીને આ તમામ બાબતે માહિતગાર કરાવી દેવાયા છે. ગુજરાતમાં પોલીસને કઇ રીતે પગાર ચુકવાય છે તે અંગે પણ માહિતી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને શું સવલત મળે છે અને રજા પગારની શું સ્થિતિ છે તે અંગેની માહિતી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. પોલીસ સંમેલનમાં પણ તેઓ રજુઆત કરી શકે છે પરંતુ તેમણે શિસ્ત ભંગ કર્યો છે.

જેથી આવા તમામ વિરુદ્ધ કાર્યવાહી કઇ રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. હાલમાં 15 રાજ્યો પાસેથી ગ્રેડ પે અંગેની માહિતી મંગાવવામાં આવી છે. તેનો અભ્યાસ કરીને પોલીસ કર્મચારી ના હિતમાં કાર્ય કરવાની બાંહેધરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. હાલ પોલીસ કર્મચારીઓ કોઇ પણ પ્રકારનાં ગેરમાર્ગે દોરવાયા વગર સરકાર અને તંત્ર પર મક્કમ વિશ્વાસ રાખે તે ખુબ જ અગત્યનું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer