વિદેશની ધરતી પર કીર્તીદાને ગરબાની એવી ધૂમ મચાવી કે ભુરાઓએ ટોપલામોઢે કર્યો ડોલરનો વરસાદ…

ગુજરાત એ શરૂઆતથી જ લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતીનું ગૌરવ લીધું છે. ત્યારે લોક લાડીલા કિર્તીદાનના ડાયરાઓમાં પૈસાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ જ મચાવી દીધી હતી.

હાલ જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓની સાથે સાથે ગોરાઓને પણ ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઉડ્યા છે. કિર્તીદાન ગઢવીએ હાલ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમેરિકાના એક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં મજા કરાવી દીધી છે. ત્યારે કિર્તીદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં પૈસાને બદલે ડોલરનો ઉડ્યા થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કિર્તીદાન ચાલું વર્ષે નવરાત્રી USAની ભૂમિ પર સતત અલગ અલગ સીટીમાં ગરબા મહોત્સવમાં ગરબા ગાય રહ્યા છે.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી કિર્તીદાન ગઢવી હાલ અમેરિકામાં છે.

થોડા સમય પહેલા એટલે નવરાત્રિ પહેલા અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ કિર્તીદાન ના ગરબા પર મન મૂકીને રાસગરબા કર્યા હતા. જેમાં કિર્તીદાન ઉપર ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યા હતા. ત્યારબાદ લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની ફોટો અને વીડિયો શૅર કર્યા હતા.

અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિર્તીદાનને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતિ લોકોએ કિર્તીદાન પર ડોલરનો વરસાદ કરાયો હતો.અત્રે નોંધનીય છે કે, કિર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે તેવું જાણવા મળી રહ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer