4-4 દીકરા છતાં પથારીવશ લાચાર માતા: ફક્ત એક નાનો છોકરો જ સાચવતો, તેને હૃદયરોગ થતા કોઈ રાખવા તૈયાર ન થયું; ત્રીજાએ કહ્યું પ્રસુતિ વખતે માતા આવ્યા નહોતા…..

રાજકોટમાં રહેતા એક વયોવૃદ્ધ માતાને ચાર-ચાર દીકરા હોવા છતાં કળિયુગમાં પથારીવશ હોવાને કારણે લાચારી ભોગવવાની નોબત આવી હતી. વૃદ્ધાને 4 દીકરા હતા, જેમાંથી માત્ર એક જ દીકરો તેમને સાચવતો અને તેમની સારસંભાળ રાખતો હતો.

સમય જતાં તેને હૃદયની બીમારી હોવાથી કારણે તે માતાની સારસંભાળ રાખવા માટે અસક્ષમ બનતાં તેને અન્ય ભાઈઓની મદદ માગી હતી, પરંતુ તેમણે પણ સારસંભાળની ના પાડતાં અંતે તે વ્યક્તિએ 181ની મદદ માગી હતી. 181ની ટીમે વૃદ્ધાના દીકરાનું કાઉન્સેલિંગ કરીને તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

રાજકોટ 181 મહિલા હેલ્પલાઈન ટીમને એક વ્યક્તિએ કોલ કર્યો અને કહ્યું કે એક વૃદ્ધ માજી છે, જેને ચાર દીકરા છે અને એક દીકરી પણ છે. માજી પથારીવશ છે, દીકરાઓ તેમને રાખવાની ના પાડે છે. કોલ આવતાં ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા માજી બોલી કે સાંભળી નહોતાં શકતાં. માજી ફક્ત જોઈ જ શકતાં હતાં. માજી ખાટલામાંથી ઊભાં પણ થઈ શકવા સક્ષમ નહોતાં. પીડિતા માજીને તેમનો સૌથી નાનો દીકરો જ સાચવતો હતો.

માજીના બીજા ત્રણ દીકરા હતા, પરંતુ એકેય ધ્યાન આપતા નહોતા . નાના ભાઈ બીમાર રહે છે, હૃદયની બીમારી હોવાથી માજીની સંભાળ નથી રાખી શકતો. માજી પોતે ચાલી શકતાં નથી, શૌચાલય જવા માટે લઈ જવાની પણ તકલીફ છે. તેમને બીજા પણ દીકરા છે, જેઓ માજી ને રાખતા ન હતા,

આથી તે દીકરાઓને પણ બોલાવેલા. જેમાંથી એક ત્રીજા નંબરના દીકરાએ એવું જણાવ્યું કે તેમનાં પત્નીની પ્રસૂતિ વખતે માજી તેમની સંભાળ રાખવા આવ્યાં ન હતાં, આથી તેઓ તેમને નહીં સાચવે.

આથી તે દીકરાને કાયદાનું ભાન કરાવાયું હતું. મોટો દીકરો માજીને રાખવાનું કહે તો, રાખવા અને ભરણપોષણ તેવી રીતે પણ તૈયાર છે, પરંતુ ત્રીજા નંબરનો દીકરો સમજતો નહોતો, કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતાં કાર્યવાહી માટે નારી કોર્ટમાં અરજી આપી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer