રાજકુમાર રાવે 11 વર્ષના રિલેશનશીપ પછી એમની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરી લીધા છે. કપલના લગ્નમાં બોલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. રાજકુમાર અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢના લકઝરી રિસોર્ટ ધ ઓબરોય સુખવીલાસ સ્પામાં 7 ફેરા લીધા જેના ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે..
રાજકુમાર અને એમની પત્ની પત્રલેખાએ ઇન્સ્ટાગ્રામ પર એમના લગ્નના અમુક ફોટા શેર કર્યા છે. કપલ સિવાય એમના મિત્રોએ પણ ફોટો શેર કરીને એમને શુભકામનાઓ પાઠવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુલહને સબયાસચિની ડિઝાઇન કરેલી લાલ રંગની સાડી પહેરી હતી.
રાજકુમારે લગ્નના ફોટા પોસ્ટ કર્યા અને સાથે લખ્યું છે કે મેં આખરે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી આજે લગ્ન કરી લીધા. મારી સોલમેટ, મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી ફેમીલી… આજે મારા માટે તારો પતિ બનવાથી મોટી કોઈ ખુશી નથી.
સબયાસચિએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાજકુમાર અને પત્રલેખાનો ફોટો શેર કરીને કેપ્સનમાં લખ્યું છે કે પત્રલેખાએ લાલ રંગનું સાડી પહેરેલી છે અને ભરતકામ વાળી ઓઢણી માથે ઓઢી છે. પત્રલેખાએ રાજકુમાર માટે ઓઢણીમાં બંગાળી ભાષામાં એક ખૂબ જ સરસ સંદેશ લખ્યો છે. જેનો અર્થ છે કે હું પ્રેમભર્યા દિલ સાથે ખુદને તને સોંપૂ છું.
રાજકુમાર રાવનું આઉટફિટ પણ ખૂબ જ શાનદાર છે. એમને સિલ્કમાંથી તૈયાર કરેલો કુરતો પાયજામાની સાથે જેકેટ પહેર્યું છે. પત્રલેખા સોનાની હેવી જવેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટરે પણ જવેલરી પહેરી છે જેને સબયાસચિએ ડિઝાઇન કરી છે.
તમને જણાવી દઈએ કે આ કપલ ફરાહ ખાનની ખૂબ જ નજીક છે. ફરાહ ખાનનો રાજકુમારના માથે સાફો બાંધતો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ સિવાય એમને કપલની સાથે એક સુંદર ફોટો પણ શેર કર્યો છે. જેમાં એ સફેદ કુર્તાની સાથે સોનાનો નેકલેસ પહેરેલી દેખાઈ રહી છે.
ફરાહ ખાને ફોટો શેર કરીને કેપ્સનમાં લખ્યું છે કે તમે એવા માણસ સાથે લગ્ન નથી કરતા જેની સાથે તમે રહી શકો પણ એની સાથે કરો છો જેના વગર તમે ન રહી શકો.. કપલે લગ્ન સાથે જોડાયેલી દરેક વસ્તુની પહેલાથી સારું પ્લાનિંગ કર્યું હતું જે એમના ફોટાઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.