વ્યક્તિ રાત્રે ઉંઘતી વખતે કેટલાંક પ્રકારના સ્વપ્ન જોતા હોય છે,જેમાં અમુક સ્વપ્ન શુભ હોય છે તો અમુક અશુભ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર અમુક એવા સ્વપ્ન હોય છે ડે જેને જોવાથી ભવિષ્યમાં ધનવાન બનવાનો યોગ બને છે.આવો જાણીએ એવા જ સ્વપ્ન જેનાથી મળે છે શુભ ફળ. એક સંશોધન મુજબ,આપણે જે વિચારીએ છીએ તે આપણે સ્વપ્ન છીએ,પરંતુ ઘણા માને છે કે તેમનું સ્વપ્ન સાચું છે મોટાભાગના લોકો રાત્રે કે દિવસ સૂતી વખતે સ્વપ્ન જોતા હોય છે.કેટલાક લોકોને રાત્રે જોવામાં આવેલા સપના યાદ નથી હોતા અને તેઓ અનુભવે છે કે તેઓ સપના જોતા જ નથી.ઘણી વાર એવું બને છે કે આપણે રાત્રે જોવામાં આવેલા સપનાથી ડરતા હોઈએ છીએ અને તેના કારણે આપણા મગજમાં ખર
સપનામાં માત્ર આંબલી દેખાવી : સપનામાં આંબલી ખાવી તો સારા સંકેત છે, પરંતુ માત્ર આંબલી દેખાય એ વધુ સારું નથી માનવામાં આવતું. સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે માત્ર આંબલી જુવો છો તો તમારી કોઈ ઇચ્છાઓ અધુરી રહી શકે છે અને તમારે તમારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.
સપનામાં ખીર-પૂરી ખાતા જોવા : સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે સપનામાં ખીર પૂરી ખાતા જોઈ રહ્યા છો, તો તે તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમને વહેલી તકે કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ જો તમે કોઈ સંકટથી ઘેરાયેલા છો તો વહેલી તકે જ તેમાંથી મુક્તિ મળશે. સપનામાં ખીર પૂરી ખાવી, ભાગ્યોદયના પણ સંકેત આપે છે. અને જો તમે કાંઈ નવું કરવાનું વિચારી રહ્યા છો કે નોકરી ધંધાની શોધમાં છો તો તમને સફળતા જરુર મળશે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબુત બનશે.
સપનામાં જલેબી ખાતા જોવા : પૂરી શાકની જેમ જ જો તમે સપનામાં જલેબી ખાતા જુવો છો, તો તે પણ શુભ સંકેત છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જલેબી ખાતા જોવા એ વાતનો સંકેત છે કે તમારા દુઃખોનો અંત થવાનો છે. સાથે જ જો તમે કોઈ બીમારીથી પીડિત છો, તો તેમાંથી પણ વહેલી તકે રાહત મળવાની છે. ભવિષ્યમાં તમને નવી તકોની પાપ્તી થશે અને આવકની પણ બીજી તકો ખુલશે. તે ઉપરાંત જો તમને સપનામાં માત્ર જલેબી બનતા જોવા મળે છે, તો તેનો અર્થ છે કે આવનારા દિવસોમાં તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ થવાનો છે.
સપનામાં ભોજન વહેચતા જોવું : જો તમે સપનામાં ભોજન વહેચતા જોઈ રહ્યા છો, તો તે પણ ઘણું શુભ માનવામાં આવે છે, કેમ કે ભગવાને તમને ખાવાનું વહેચવા વાળા પસંદ કર્યા છે નહિ કે ખાવાનું લેવા વાળામાં. સ્વપ્ન શાસ્ત્રના માનવા મુજબ તમારી ઉપર વહેલી તકે માતા લક્ષ્મીની કૃપા થશે અને તમારા ઘરમાં ધન સંપત્તિની ખામી ક્યારેય નહિ રહે. સપનામાં ભોજન વહેચવાનો અર્થ છે કે જો તમે સંતુષ્ટ છો તો થોડું ખાવાનું ગરીબોમાં જરૂર વહેચો. આમ તો કહેવામાં આવે છે કે તમારી કમાણીનો અમુક ભાગ મદદ માટે જરૂર આપવો જોઈએ. તેથી જો તમે દાન નથી કરતા તો જરૂર કરો. તેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
સપનામાં કેક ખાતા જોવા : જો તમે સપનામાં તમારો જન્મ દિવસ ઉજવી રહ્યા છો અને કેક ખાતા જોવા મળી રહ્યા છો, તો તે પણ ઘણા શુભ સંકેત છે. સ્વપ્ન શાસ્ત્રના માનવા મુજબ તેનો અર્થ છે કે તમને વહેલી તકે જ તે વસ્તુ મળવાની છે, જેની તમે છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. સાથેન જ તમારી કોઈ અધુરી ઈચ્છા જે પુરી કરવામાં અડચણ આવી રહી હતી, તે પણ વહેલી તકે પૂર્ણ થવાની છે. તે ઉપરાંત જો તમે સપનામાં માત્ર કેક કાપતા જોવા મળો છો તો તેનો અર્થ છે કે તમને કોઈ એવા સમાચાર મળવાના છે, જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.