રાત્રી કર્ફ્યૂ સરકારે ફરી એકવાર ચાલુ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ અંદાજે 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર દ્વારાં કોઇ નવી છુટ અપાઈ નથી.
જેના લીધે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો ચાલુ રાખ્યા છે. ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે.
આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલમાં રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ ફેંસલો કરાયો હતો.
જૂની ગાઇડલાઇનમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ વગેરે માત્ર રાત્રિના 12 વાગ્યા સુધી જ ચાલુ રખાશે.