BSFના કમાન્ડર પાસેથી મળી 7 મર્સીડીઝ-BMW કાર, 14 કરોડ કેશ, નકલી IPS બનીને 125 કરોડની છેતરપિંડી કરી….

દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી NSGને 125 કરોડની છેતરપિંડી કરીને ગુરુગ્રામ પોલીસને ચોંકાવી દીધી છે. એનએસજી કેમ્પસમાં બાંધકામ કરાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

ગુરુગ્રામ પોલીસે આ સમગ્ર મામલામાં ડેપ્યુટી કમાન્ડન્ટની સાથે તેની પત્ની અને બહેનની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી 13 કરોડ 81 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. આ સાથે તેમની પાસેથી BMW અને મર્સિડીઝ સહિત ચાર લક્ઝરી કાર મળી આવી છે. ગુરુગ્રામના એસીપી પ્રીતપાલ સિંહે આ જાણકારી આપી.

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)માં કોન્ટ્રાક્ટ અપાવવાના નામે 125 કરોડથી વધુની છેતરપિંડી કરવાના મામલામાં SIT શનિવારે NSG કેમ્પસમાં પહોંચી હતી. અહીં ટીમે આરોપીના ઘરની તલાશી લીધી હતી. પોલીસે મુખ્ય આરોપી ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રવીણ યાદવ, પત્ની મમતા અને તેની બહેન ઋતુરાજના કહેવા પર એક કરોડની કિંમતના ઘરેણાં, એક ડઝન ઘડિયાળો અને ત્રણ લેપટોપ પણ જપ્ત કર્યા છે.

આ સાથે જ પોલીસ ટીમે પ્રવીણની નોઈડામાં રહેતી પ્રેમિકાને પણ તપાસમાં સામેલ કરી છે. પોલીસે મમતા યાદવનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. શનિવારે SITની ટીમ SHO માનેસર અને ક્રાઈમ બ્રાન્ચ માનેસર સંદીપ કુમારના નેતૃત્વમાં NSG કેમ્પસ પહોંચી હતી.

આ દરમિયાન મુખ્ય આરોપી પ્રવીણ યાદવ, તેની પત્ની મમતા અને બહેન ઋતુરાજ પણ હાજર હતા. પોલીસની ટીમે બંનેના ઘરે તપાસ કરી હતી. જ્યાંથી પોલીસને મોટી સંખ્યામાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમાંથી બાળકોના ઘરેણાં પણ હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે મમતા અને ઋતુરાજ ભાગતા પહેલા અહીં આવ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer