‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ દરેક ઘરમાં લોકપ્રિય બનેલો શૉ છે. છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા આ શૉ ના દરેક કલાકારને આગવી ઓળખ મળી છે. તો ઘણા કલાકારો શૉ છોડીને જતા રહ્યા છે. એમના સ્થાને નવા કલાકારો આવ્યા છે. હાલમાં પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઇ રહી છે. આ પોસ્ટ મુજબ આસિત મોદીએ દિલીપ જોશી એટલે કે જેઠાલાલના રોલ માટે નવા કલાકાર ની પસંદગી કરી છે.
વાયરલ થયેલી પોસ્ટ – ‘ ધ સેન્સિબલ ટાઈમ ‘ નામના સોશિયલ મિડીયા પેજ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ તારક મહેતા ‘ શૉ ના મેકર્સ પોતાનું મેટાવર્સ લોન્ચ કરવા વિચારે છે. તેઓએ જેઠાલાલના પાત્ર માટે સૌરભ ઘાડગે ની પસંદગી કરી છે.
View this post on Instagram
આ પોસ્ટ વાયરલ થતા એક યુઝર્સે કમેન્ટ કરીને જણાવ્યું હતું કે, ‘ હાલમાં કેટલો ડાઉનફોલ ચાલી રહ્યો છે. એના કરતાં પણ 10 ગણો ડાઉનફોલ આવી જશે. તો અન્ય એક એ જણાવ્યું હતું કે, ‘ સર એક વાર નોનસેન્સ કહી દો. ‘ તો અન્ય એકે પૂછ્યું હતું કે, ‘ શું આ સાચું છે? ‘ તો અન્ય એક યૂઝરે કોમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘ જો આવુ થશે તો શૉ અઠવાડિયામાં જ બંધ થઈ જશે. ‘
જાણો સચ્ચાઈ – સૌરભ ઘાડગે એ ડિજિટલ ક્રિએટર અને યુટ્યૂબર છે. ફન્ની વિડીયો બનાવવા માટે ઓળખાય છે. સૌરભ એ આના વિષે જણાવતા કહ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. સૌએ આગળ જણાવ્યું હતું કે, આ ફક્ત મસ્તી, મજાક હતી.
દર્શકો જોઇ રહયા છે દયા ભાભી ની રાહ- નોંધનીય છે કે આ શોમાં દયાભાભીનો પાત્ર ભજવતી દિશા વાકાણી 2017 થી શૉમાં પરત આવી નથી. દર્શકો આતુરતાથી દયાભાભી એટલે કે દિશા વાકાણી ની રાહ જોઈ રહ્યા છે.
શું છોડવા બાબતે દિલીપ જોષીનું મંતવ્ય – દિલીપ જોષીને જ્યારે એક ઈન્ટરવ્યૂમાં આ વિશે પૂછવામાં આવ્યું હતું કે, ‘ તમને વર્ષોથી એક પ્રકારનું પાત્ર ભજવીને કંટાળો નથી આવતો ? ‘ ત્યારે દિલીપ જોષીએ જણાવ્યું હતું કે તેમનો શો એક કોમેડી શો છે, અને તેઓ શોમાં કામ કરીને ખુશ છે.
જ્યારે તેમને આ શોમાં કામ કરવાનો કંટાળો આવશે તે દિવસે એ શૉ છોડી દેશે. આ શોમાં કામ કરીને તેમને ઘણો આનંદ મળે છે. નોંધનીય છે કે 2008થી દિલીપ જોશી આ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે.