નીતિન ગડકરીની તૈયારી: પેટ્રોલ એટલું સસ્તું થશે કે 90ના દાયકાની યાદ આવી જશે….

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ET ગ્લોબલ બિઝનેસ સમિટ’ને સંબોધતા ગડકરીએ કહ્યું કે સરકાર 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાંથી જાહેર પરિવહન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે, જે તેને મિશ્રિત ઇંધણ બનાવે છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું, “આ અઠવાડિયે, મેં તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના SIAM ના મેનેજિંગ ડિરેક્ટર્સ અને પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી હતી. તેઓએ મને વચન આપ્યું હતું કે તેઓ એક કરતાં વધુ ઈંધણ પર ચાલતા વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે. ”

કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં ભારતમાં મોટાભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.

ફ્લેક્સ-ઇંધણ એ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક બળતણ છે. તેમણે કહ્યું કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે સરકાર જાહેર પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની સ્કી યોજના પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે, જેની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer