શું કાવ્યા અનુપમા ને બધું સાચું કહી દેશે કે? અનુજ અને વનરાજ આઈસીયુ માં લડી રહ્યા છે જીવન અને મૃત્યુની જંગ…

સ્ટારપ્લસનો પોપ્યુલર શો અનુપમા આ દિવસોમાં ટીઆરપી માં સૌથી ઉપર છે. ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી અભિનિત સીરીયલ અનુપમા હાલમાં સતત વળાંકો લઈ રહી છે. જેના કારણે પ્રેક્ષકોની ઉત્તેજના વધતીજ જાય છે કે આગળના એપિસોડમાં શું આવશે.

ગયા એપિસોડમાં અનુપમામાં આપણે જોયું કે અનુજ અને વનરાજ ખીણ પાસે ઝઘડો કરે છે અને આ દરમિયાન અનુજ નો પગ લપસી પડે છે. અનુજને બચાવવામાં વનરાજ પણ ખીણમાં પડી જાય છે. અનુપમા સહીત પૂરા પરિવારને આ વાતની જાણ થતા બધા જ ખીણ તરફ દોડે છે. હજુ પણ અહીં અનુપમામાં આવતા ટ્વીસ્ટ પુરા થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by anupama🙏🏻 (@anupama_star_plus_officially)


જ્યારે એક બાજુ આખો પરિવાર વનરાજ અને અનુજ માટે ચિંતામાં છે ત્યાં એક બાજુ આ બધા પાછળનું કારણ જાણવા માટે અંકુશ બધાને પૂછપરછ કરે છે.અધિકે આ વિશેનો ફોડ પાડતા કહ્યું હતું કે તે ગુસ્સામાં કંઈ પણ બોલે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેને આ બધું કર્યું છે. આ બધાની વચ્ચે અંકુશ અને અધિક ને ખબર પડે છે કે બરખા ત્યાં નથી. આથી અંકુશ બરખાને ફોન કરે છે પરંતુ બરખા ફોન ઉપાડતી નથી. આથી આ બધું બનવા પાછળની શંકાની સોય બરખા પર જાય છે.

 

View this post on Instagram

 

A post shared by anupama🙏🏻 (@anupama_star_plus_officially)


અનુપમા અને પરિવારના બાકીના લોકો કાવ્યા પાસેથી સત્ય જાણવાનો પ્રયત્ન કરશે

અનુપમાને યાદ આવે છે કે મેસેજ વાંચીને અનુજ વનરાજ ને મળવા માટે દોડ્યો હતો. આ દરમિયાન અંકુશ સત્યને જાણવા માટે પૂછપરછ કરે છે કે તે કાવ્યા પણ તેની પાછળ ગઈ હતી આથી વનરાજ અને અનુજ વચ્ચે શું થયું હતું તે તેને બધાને કહેવું જોઈએ. અનુપમાં કાવ્યાને ને સત્ય કહેવાની રિક્વેસ્ટ કરે છે પરંતુ કાવ્યા કંઈ બોલે એ પહેલાજ નર્સો આવી જાય છે અને અનુજ અને વનરાજની ખરાબ હાલત વિશે પરિવારને જણાવે છે.

 

View this post on Instagram

 

A post shared by anupama🙏🏻 (@anupama_star_plus_officially)


અનુજ અને વનરાજનો જીવ જોખમમાં હશે

અનુજ અને વનરાજની હાલત ખરાબ હોવાથી બંનેને આઈસીયુમાં લઈ જવામાં આવે છે. કાવ્યા અને અનુપમા તેમને બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારબાદ એકા એક ડોક્ટર બહાર આવે છે અને વનરાજ વિશે કંઈક કહે છે. જે સાંભળીને આંખો પરિવાર શોક થઇ જાય છે

Leave a reply:

Your email address will not be published.

Site Footer