જન્માષ્ટમી સેલિબ્રેશનમાં અનુપમા ના સેટ પર પહોંચ્યો પારસ કલનાવત, શું ફરી થી આવશે શોમાં?

અનુપમાનો શો દરેક ઘરમાં લોકો જોતા હોય છે અને તે દરેક લોકોને ખૂબ જ ગમતો શો છે, અને ઘણા જ ઓછા સમયમાં આ શોએ લોકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી દીધી છે, આમ આ શોમાં પારસ કાલનવત જ્યારે દૂર થઈ ગયો ત્યારે ઘણી બધી બબાલ પણ થઈ હતી અને ઘણો મોટો હંગામો થયો હતો.

પરંતુ આ શોએ હવે ફરીથી એક વખત જોર પકડ્યું છે અને લોકો ફરીથી આ શોને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે, અને હવે ફરીથી એક વખત આ શોમાં પારસ કાલનવત દેખાતા બધા જ તેના વિશે અલગ અલગ અટકળો લગાવવા લાગ્યા છે કે શું ફરીથી પારસ અહીં પાછો ફરશે?

 

View this post on Instagram

 

A post shared by PARAS BHUSHAN KALNAWAT (@paras_kalnawat)


અહીં અનુપમાના પુત્ર સમર એટલે કે પારસ ની વાત કરવામાં આવી છે અને તેમાં નિર્માતાઓએ રાતોરાત તેને બહારનો રસ્તો બતાવ્યો હતો, અને ત્યારબાદ પારસ ફરીથી આ સીરીયલમાં જોવા મળ્યો ન હતો પરંતુ ફરીથી એક વખત પારસ આ સેટ પર દેખાતા જ સેટના દરેક વ્યક્તિઓ તેને હાથ મિલાવે છે અને તેની સાથે વાત કરી રહ્યા હોય છે

તેથી દરેક લોકોના મનમાં એવી અટકળો ઊભી થઈ ગઈ છે કે શું પારસ ફરીથી આ શોમાં પાછો ફરશે, તો તમને જણાવી દઈએ કે પારસને તેમાં કામ કરી રહેલા સ્ટાર્સની યાદ આવી જતા જ તે અનુપમાના સેટ ઉપર ગયો હતો, અને ત્યાં બધાને જ મળ્યો હતો આમ આ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ લોકોને લાગ્યું હતું કે પારસ ફરીથી આ સીરીયલ માં પાછો આવશે.

 

View this post on Instagram

 

A post shared by anupamaa shining stars🌟 (@anupamaa_ke_sitare)


સેટ ઉપર પારસને જોતા જ તેમના મિત્રો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને instagram ઉપર તેને નિધિ સાથે પોતાની તસવીર પણ શેર કરી છે અને તેમને લખ્યું છે કે અમે લોકો ફરી ઘણા સમય પછી મળ્યા અને હવે ફરીથી ખૂબ જ જલ્દી મળીશું.

જ્યારે પારસ પોતાની ઓન સ્ક્રીન માતા મદાલસા શર્માને મળ્યો હતો અને આશિષ મલ્હોત્રા ને પણ મળ્યો હતો તે જ વખતે ભારતની ઓન સ્ક્રીન બહેન પાખી પણ તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

તમને લોકોને જણાવી દઈએ કે જ્યારે પારસને આ શોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો ત્યારે પારસ એ જણાવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું રાજકારણ રમાય છે અને લોકો વિચારતા કંઈક હોય છે અને કરતા કંઈક હોય છે. આમ અભિનેતાએ જણાવ્યું હતું કે તમારે પણ અહીં આ રાજનીતિનો હિસ્સો બનવું જ પડશે અને જો તમે આ રાજનીતિનો હિસ્સો નહીં બનો તો તમે આ ઇન્ડસ્ટ્રીમાં રહી શકશો નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer