રામાયણ-કાળની સાબિતી આપતી 7 જગ્યાઓ – આજે જ વાંચો અને જાણો આ રોચક માહિતી

રામાયણ – હા મિત્રો, રામાયણ એ આપણાં જીવન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલ જ છે. આજે પણ ઘણા લોકોના મનમાં રામાયણને લઈને અનેક શંકાઓ હોય છે. રામાયણ યુગને પૂર્ણ થયે લગભગ ૭૦૦૦થી પણ વધુ વર્ષો થઈ ગયા છે આજે ઘણાબધા લોકો એ રામાયણને કાલ્પનિક ગણે છે. પણ આજે અમે તમને એવી જગ્યાઓ એવી વસ્તુઓ વિષે જણાવીશું તો તમે પણ માની જશો કે ના રામાયણ એ કોઈ કાલ્પનિક નથી આ એક સત્ય હકીકત છે. રામાયણ સાથે જોડાયેલ આ જગ્યાઓ અને વસ્તુઓ તમે આજે પણ જોઈ શકો છો.

૧. લેપાક્ષી મંદિર – આ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલ છે. સીતાહરણ દરમિયાન જ્યારે રાવણ માતા સીતાને પોતાના પુષ્પક વિમાનમાં લઈ જતો હોય છે ત્યારે માતા સીતાને બચાવવા માટે જટાયુ એ રાવણની પાછળ જાય છે અને માતા સીતાને બચાવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે રાવણ સાથે લડતા લડતા તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમનું શરીર એ પૃથ્વી પર પડે છે એ જગ્યા એટલે આ લેપક્ષી મંદિર.

૨. દિવુરમપોલા – આ જગ્યા એ શ્રીલંકામાં આવેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ એ જ જગ્યા છે જ્યાં રાવણવધ પછી માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી. આ ઝાડ આજે પણ અહિયાં આવેલ છે આ ઝાડની નીચે માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી.

૩. દ્રોણાગિરી પર્વત – ઉત્તરાખંડમાં આવેલ આ પર્વત એ જગ્યાએ છે જ્યાંથી હનુમાનજીએ પ્રભુ શ્રીરામના ભાઈ લક્ષમણજીને મૂર્છિત થઈ જવાથી બચાવવા માટે જે પર્વત પરથી જડીબુટ્ટી લાવવાની હતી અને તેઓ આખો પર્વત ઉપાડી લાવ્યા હતા એ પર્વતના ઉખડી જવાના નિશાન પણ અહિયાં છે.

૪. પંચવટી – આ જગ્યા એ મહારાષ્ટ્રમાં આવેલ છે. વનવાસ દરમિયાન માતા સીતા, પ્રભુ રામ અને લક્ષ્મણ જ્યાં રહેતા હતા એ છે આ પંચવટી તપોવન. અહિયાં લક્ષ્મણે સુરપન્ખાનું નાક પણ કાપ્યું હતું. તમે જ્યારે પણ મહારાષ્ટ્ર નાસિકમાં જાવ તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો.

૫. જાનકી મંદિર – જાનકી મંદિર એટલે એ જગ્યા જ્યાં માતા સીતા એટલે કે જાનકીનો જન્મ થયો હતો આ મંદિર એ નેપાળમાં આવેલ છે. નેપાળમાં જનકપુર નામનું એક શહેર છે જ્યાં આવેલ છે આ સુંદર મંદિર.

૬. રામસેતુ – માતા સીતાને રાવણ પાસેથી છોડાવવા માટે જ્યારે હનુમાન અને બીજી વાનરસેનાએ આ પુલનું નિર્માણ કર્યું હતું. આ પુલથી તેઓ ભગવાન શ્રીરામ અને તેમની સેનાને શ્રીલંકા સુધી પહોંચડવા માંગતા હતા. આ પુલ એ તમિલનાડુમાં આવેલ છે.

૭. રામેશ્વર–તમિલનાડુમાં આવેલ આ મંદિરમાં આવેલ જ્યોતિર્લિંગની સ્થાપના એ પ્રભુ શ્રીરામે કરી હતી. રાવણનો વધ કર્યા પછી બ્રાહ્મણહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રભુએ અહિયાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. પ્રભુ શ્રીરામે આ લિંગ પર અભિષેક પણ કર્યો હતો. તમારે પણ જ્યારે તમિલનાડુ ફરવા જવાનું થાય તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો.

જો તમે ક્યારેય આ મંદિરોની કે આ જગ્યાઓની મુલાકાત લીધી છે તો તેના વિષે તમારો અનુભવ જરૂર જણાવજો. ફોટો પણ તમે કોમેન્ટમાં અપલોડ કરી શકશો.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer