કુદરતનો અદભૂત કરિશ્મા છે શ્વેતા તિવારી, 40 ની ઉંમરમાં પણ લાગે છે 20 વર્ષની જુઓ તસવીરો

‘કસોટી જિંદગી કી’ થી ઘરે-ઘરે ફેમસ થયેલી શ્વેતા તિવારી ચાલીસ વર્ષની થઈ ગઈ છે. પરંતુ આજે પણ તેમની ખુબસુરતી કમાલની છે. તેમને જોતા ક્યાંયથી પણ નથી લાગતું કે તે બે બાળકોની મા પણ છે. તે આજે પણ 20 ની ઉંમર ની લાગે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ત્યાં તેમને 17 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ફેન્સ ને હંમેશા રહેતું હોય છે કે શ્વેતા ક્યારે નવી અને ફ્રેશ તસવીર શેર કરે.

હાલમાં જ શ્વેતા નો એક સ્ટર્નિંગ અવતાર લોકોના દિલમાં છવાયેલો છે. તેમાં તે વન શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ગોલ્ડન કલર ની આ ડ્રેસ માં શ્વેતા ગજબ ની સુંદર લાગી રહી છે. આ વન શોલ્ડર ડિઝાઇનર ઇવનિંગ ગાઉન પેટર્ન માં તેમની સુંદરતા વધારે નીખરી ને સામે આવી રહી છે. શ્વેતા નો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ તસવીરો પર અલગ-અલગ રીતે કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે શ્વેતા જી તમારી સુંદરતાનો રાજ શું છે. તો કોઈએ કહ્યું કે વાહ ગજબની સુંદરતા છે. તેમજ એક મહિલાએ લખ્યું કે તમે ઉંમરમાં મારાથી મોટા છો પરંતુ તેમ છતાં મારી નાની બહેન લાગો છો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શ્વેતાને ઘણીવાર એ પણ કોમ્પ્લીમેન્ટ આવે છે કે તે પોતાની દીકરી પલકની મોટી બહેન લાગે છે.  પોતાના આ લૂકમાં શ્વેતા ખુબ કોન્ફિડેન્ટ પણ નજર આવી રહી છે. બસ આ જ વસ્તુ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. આપણે ખુદને પ્રેમ કરવાનો શીખવું જોઈએ. જ્યારે તમે પોતાના લુક્સને લઈને કોન્ફિડન્સ દેખાવો છો તો સામેવાળા પણ તમને પસંદ કરે છે.

અલગ અલગ અંદાજમાં પોજ દેવામાં પણ શ્વેતા પાછળ નથી રહેતી. જેવું તમે તસવીરમાં જોઈ શકો છો કે શ્વેતા દ્વારા આપવામાં આવેલ પોઝ અને ભાવમાં તે વધારે આકર્ષક લાગી રહી છે. તેમના અંદાજ અને પોઝથી તેમના ડ્રેસ નો લુક વધારે સારો લાગી રહ્યો છે. આ જ કારણ છે કે શ્વેતાનો આ અવતાર જોઈને તેમના ફેન્સ પણ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

શ્વેતા પાછળના કેટલાક દિવસોથી પોતાના લૂક પર પણ ખૂબ મહેનત કરી રહી છે. આ જ કારણ છે કે તે આજે પણ તેવી જ દેખાઈ રહી છે, જેવી 20 વર્ષ પહેલા દેખાતી હતી. કેટલાક દિવસો પહેલા શ્વેતા અને તેમની દીકરી પલક ના વેકેશન ના ફોટોસ પણ વાયરલ થયા હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી પોતાની દિકરીની જવાબદારી એકલી જ નિભાવી રહી છે. તે પોતાના પતિ સાથે થી અલગ રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer