આ નદી કરે છે હઝારો શિવલિંગનો અભિષેક: આપણે સૌ જયારે પણ શિવ મંદિરે જઈએ છીએ ત્યારે શિવલિંગ પર અભિષેક કરીએ છીએ. શિવજી પર જળ અભિષેક કરવાની ધાર્મિક માન્યતા છે. શિવ ભક્ત દૂધ દહીં જળ વગેરે થી શિવજીનો અભિષેક કરે છે. પરંતુ આજે અમે એક એવી નદી વિશે જણાવીશું જે સ્વયં હઝારો શિવલિંગ નો અભિષેક કરે છે.
આ નદી કર્નાટક માં શલમાલા નામથી ઓળખાય છે. આ નદીના ચાત્તાની કિનારા પર સહસ્ત્ર શિવલીંગોની સાથે નદી ગણેશની પ્રતિમાઓ બનેલી છે. અને તેથી જ આ જગ્યા ને સહસ્ત્રલિંગ ના નામથી પણ ઓળખવામાં આવે છે.
કોણે કર્યું અહી આટલી બધી શિવલીંગો નું નિર્માણ : ૧૬ મી સદી માં એક ખુબજ મોટા શિવ ભક્ત હતા જેનું નામ સદા શિવા રાય હતું. તેઓ આ જગ્યાના રાજા હતા,તેઓ દિવસ રાત શિવજીની ભક્તિમાં લીન રહેતા હતા. તેમણે પોતાની ભક્તિમાં કઈક એવું કરવાનું વિચાર્યું કે તેમના મૃત્યુ પછી પણ તેમના દ્વારા હજારો શિવલિંગ નો અભિષેક થતો રહે અને એ કારણ થી જ તેમણે શલમાલા નદીના કિનારે હજારો શિવલિંગનું નિર્માણ કરાવ્યું જેથી દરરોજ નિયમિત નદી દ્વારા જ તેમનો અભ્ષેક થઇ શકે. શીરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ખુબજ મોટી સંખ્યામાં અહી ભક્તો દર્શન કરવા માટે આવે છે.
નજીકનું શહેર : હુબલી હવાઈ અડ્ડા ૧૦૦ કિલો મીટર પર છે. તલગુપ્પા રેલ્વે સ્ટેશન ૫૪ કિલો મીટર દુર છે તેથી અહી ટ્રેન મારફતે પણ પહોચી શકાય છે અને પછી ત્યાંથી સ્થાનિક વાહનો દ્વારા ત્યાં પહોચી શકાય છે.