પુરાણો માં એવી ઘણી કહાની અને કથાઓ છે જેને સાંભળીને તમે બધા હેરાન થઇ જશો. એવા માં આજે અમે એક એવી જ કથા તમને કહેવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય સાંભળી નહિ હોય. આ કથા યુધિષ્ઠિર અને એના ગુરૂ સાથે જોડાયેલી છે આવો જાણીએ…
કથા – ગુરુ દ્રોણાચાર્ય એમના શિષ્યો ને શાસ્ત્રો થી લઈને શસ્ત્રો સુધી ની શિક્ષા આપતા હતા. એની કોશિશ હતી કે એના વિદ્યાર્થીઓ નો સર્વાંગીણ વિકાસ થાય. એક દિવસ એમણે એમના શિષ્યો ને પાઠ સમજાવ્યો- ‘સત્ય વદ’. આ મંત્ર ને અનેક વાર ઉચ્ચારણ કરાવ્યું,
પછી શિષ્યો ને કહ્યું આને કાલે સારી રીતે યાદ કરીને આવજો. બધા વિદ્યાર્થી એ ચાર અક્ષર વાળા મંત્ર ને બીજા દિવસે યાદ કરીને પહોંચ્યા. પરંતુ કક્ષા માં યુધિષ્ઠિર એ ઉભા થઇ ને કહ્યું- ‘ગુરુદેવ મને હજુ આ પાઠ યાદ નથી રહ્યો.’
ગુરુજી એ કહ્યું – ‘સારું કંઈ નહિ, કાલે યાદ કરી ને આવજો’. હવે ગુરુજી એ અન્ય વિદ્યાર્થીઓ ને બીજો પાઠ ભણાવી દીધો.બીજા દિવસે જયારે ગુરુજી એ યુધિષ્ઠિર ને પાઠ બોલવાનું કીધું ત્યારે પણ યુધિષ્ઠિર એ કહ્યું-‘ યાદ નથી રહ્યો’. આ પ્રકારે ઘણા દિવસ સુધી યુધિષ્ઠિર આ જ કહેતા રહ્યા કે આ મંત્ર ખુબ જ અઘરો છે,
સાચી રીતે યાદ નથી રહી શકતો. બે અઠવાડિયા પછી ગુરુજી યુધિષ્ઠિર ને ખીજાઈ ને બોલ્યા, ‘એટલા દિવસ થઇ ગયા, ચાર અક્ષર યાદ નથી રહેતા? યુધિષ્ઠિર બોલ્યા –‘ લખવા અને ભણવા ની દ્રષ્ટિ થી આ મંત્ર ખુબ નાનો છે, અમુક સમય માં યાદ થઇ શકે છે, પર એનાથી થશે શું?
જ્યાં સુધી આ મંત્ર નો અર્થ અને ભાવ વ્યવહાર માં ન આવી જાય, ત્યાં સુધી એને યાદ કરવો બેકાર છે. હું ‘સત્ય વદ- ‘સાચું બોલો’ની શિક્ષા ને આપણા વ્યવહાર માં ઉતારવા ની કોશિશ કરી રહ્યો છું. અત્યારે જૂની અનાવશ્યક ખોટું બોલવાની આદત ના કારણે સાચું બોલવાનો પાઠ યાદ રહી શકતો નથી, તેથી એટલા દિવસ લાગી રહ્યા છે.
જયારે આ પાઠ મારા મગજ માં પાક્કો થઇ જશે, ત્યારે હું માનીશ આ પાઠ મને યાદ રહી ગયો છે.’ યુધિષ્ઠિર ની આ સાચી વાત સાંભળીને ગુરુ દ્રોણાચાર્ય ખુબ પ્રસન્ન થયા. યુધિષ્ઠિર એ ‘સાચું બોલો’ ના પાઠ ને જીવનમાં એવો પાક્કો કર્યો કે તે સત્યવાદી બની ગયા અને જીવનભર એને નિભાવતા રહ્યા.
આપણે શાસ્ત્રો ને પૂજીએ છીએ, પરંતુ શાસ્ત્રો માં લખેલી વાત નથી માનતા. શાસ્ત્રો પ્રતિ સાચી શ્રદ્ધા એ છે કે શાસ્ત્ર માં લખેલી વાતો ને જીવનનો હિસ્સો બનાવો, જેનાથી આપનું જીવન સારું અને સર્વાંગીણ વિકાસ થશે.